✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના અગ્રણીએ 13,000 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હોવાની વાતો, કોણ છે આ અગ્રણી અને શું છે સત્ય ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2016 10:35 AM (IST)
1

ગુજરાતના આ અગ્રણીએ 13000 કરોડનું કાળું નાણું ખરેખર જાહેર કર્યું હોય તો તેમણે 45 ટકા લેખે 5850 કરોડ રૂપિયા ટેકસ તરીકે ભરવા પડે અને બાકીની રકમ એટલે કે રૂપિયા 7150 કરોડ કાયદેસર થઈ જાય. અલબત્ત આ અહેવાલ સામે જ શંકા છે ત્યારે કેટલો ટેક્સ કપાય ને એ બધી વાતો કાગળ પર જ રહેવાની.

2

આઈડીએસ પ્રમાણે કાળાં નાણાંની જાહેરાત સીધી ચીફ ઈન્કમટેકસ કમિશનર સામે જ કરવાની હોય છે. જો સંબંધિત વ્યકિતએ કરેલી કાળાં નાણાંની જાહેરાત માન્ય રાખવામાં આવે તો 45 ટકા રકમ ટેકસ પેટે ભરી દેવાની હોય છે. આ સ્કીમ હેઠળ કાળું નાણું ક્યાંથી આવ્યું તેનો સ્રોત ના પૂછી શકાય.

3

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ હૈદરાબાદની એક વ્યક્તિએ 10,000 કરોડ રૂપિયાના કાળાં નાણાંની જાહેરાત કરી હતી પણ એ જાહેરાત બોગસ હોવાનું નિકળ્યું છે. એ જ રીતે આ પ્રકારની અરજી કરાઈ હોય પણ તેમાં દમ ના હોય તેવી શક્યતા નકારાતી નથી.

4

આઈડીએસ હેઠળ કાળાં નાણાંની જાહેરાત કરનારી વ્યક્તિની ઓળખ ગુપ્ત રખાય છે તેથી આ વ્યક્તિ કોણ તની જાહેરાત શક્ય નથી. આ સંજોગોમાં આ અહેવાલની સત્યતા શંકાસ્પદ છે પણ આટલી મોટી રકમની વાત હોવાથી રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.

5

જો કે કેન્દ્ર સરકાર દ્વારા કે આવકવેરા વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ વાતને સમર્થન નથી અપાયું. આ સ્કીમ હેઠળ ક્યા રાજ્યમાંથી કેટલાં કાળાં નાણાં જાહેર કરાયાં તેની ચોક્કસ વિગતો જાહેર નથી કરાઈ તેના કારણે પણ આ વાતમાં કેટલું સત્ય છે તે નક્કી કરવું મુશ્કેલ છે.

6

દિલ્લી અને ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બનેલી આ વ્યક્તિની વિદેશમાં ફાઈવસ્ટાર હોટલ છે અને ભારતમાં પણ તેને બિઝનેસ છે તેવું કહેવાય છે. આ ગુજરાતી અગ્રણીએ પોતાની વિદેશની ફાઈવ સ્ટાર હોટલની વિગતો પણ સ્કીમ હેઠળ જાહેર કરી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

7

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારની 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ દેશભરમાં રૂપિયા 65,250 કરોડનું કાળુ નાણુ જાહેર કરવામાં આવ્યું હતું. આ પૈકી ગુજરાતના એક અગ્રણીએ જ રૂપિયા 13,000 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતના અગ્રણીએ 13,000 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હોવાની વાતો, કોણ છે આ અગ્રણી અને શું છે સત્ય ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.