✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તુ? PM મોદી કરી શકે છે જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2017 10:35 AM (IST)
1

જાન્યુઆરી, 2016માં આના કારણે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા 1.90 અને રૂ. 1.82 પ્રતિ લિટર મોંઘુ થયું હતું. ત્યારે પેટ્રોલ રૂ. 62 અને ડીઝલ રૂ.50 પ્રતિ લિટરની આસપાસ હતા. આજે પેટ્રોલ રૂપિયા 70 થી 71 તથા ડીઝલ રૂપિયા 62 થી 63ની આસપાસ છે. હવે સરકાર ચૂંટણી અનુલક્ષીને વેટમાં 5 ટકાનો ઘટાડો કરેતો સરેરાશ રૂ. 5 થી 6 જેટલો ઘટાડો પ્રતિ લિટર થઇ શકે છે.

2

હાલમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર સેસ સાથે કુલ વેટ 28 ટકા જેટલો વસૂલવામાં આવે છે. 2014 પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૈશ્વિક કારણો થતાં ઘટાડાને પગલે રાજયની ભાજપ સરકારે વેરાની આવકને જાળવી રાખવા માટે બન્ને પેદાશો પરના વેટ અને સેસના દરમાં વધારો કર્યો હતો. જાન્યુઆરી 2016માં પેટ્રોલ પરનો વેટ 23 ટકા અને 2 ટકા સેસમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો કરી કુલ 28 ટકા વેરો નિયત કર્યો હતો. ડીઝલ પરનો વેટ 21 ટકા અને 3 ટકા સેસ હતી, તે અનુક્રમે ૩ ટકા અને 1 ટકા વધારીને 28 ટકા વેરો નિયત કર્યો હતો.

3

અમદાવાદ: નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું ખાતમુહુર્ત કરશે. જ્યારે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી સહીત ભાજપના કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતના આટાંફેરાં કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પરના વેટની જાહેરાત કરે તેવી તૈયારી હાલ ચાલી રહી છે. આગામી બે દિવસમાં ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા 4થી 6નો ઘટાડો કરે તેવું લાગી રહ્યા છે જોકે આ જાહેરાત નરેન્દ્ર મોદી કરે તેવી ચર્ચાઓ ચાલે છે.

4

દેશના પેટ્રોલિયમ પ્રધાને બે દિવસ પૂર્વે રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પર લેવાતાં વેલ્યુ એડેડ ટેકસમાં 5 ટકા સુધીનો ઘટાડો કરવા અપીલ કરી છે. તેને સમગ્ર દેશમાં સૌથી પહેલો પ્રતિસાદ ગુજરાતના મુખ્યપ્રધાને આપ્યો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના આર્થિક નિર્ણયોની જાહેરાત પણ રૂપાણી સરકાર કરી શકે છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તુ? PM મોદી કરી શકે છે જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.