કોંગ્રેસનું પટેલ કાર્ડ: પટેલોને 30 ટકા બેઠકો, 72માંથી 23 પાટીદારો ઉમેદવારો નક્કી!
19) ઉંઝા: કાંતિભાઈ મુળજીભાઈ પટેલ 20) વિસનગર: કિરિટભાઈ પટેલ 21) જામજોધપુર: ચીરાગ કાલરીયા 22) લુણાવાડા: હિરાભાઈ પટેલ 23) કાલાવડ: કાનજીભાઇ પી બથવાર સહિત પાટીદારની કોંગ્રેસ તરફથી ટીકિટ આપવામાં આવે તેવી સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકારણમાં વધારે ગરમાવો જોવા મળે છે. ત્યારે કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કવાયત આદરી છે. કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટીએ ત્રણ દિવસ દિલ્હીમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ 72 જેટલા ઉમેદવારો અંગે નક્કી કરી લેવામાં આવ્યું છે. જેમાં મોટા ભાગના રીપિટ જોવા મળી રહ્યા છે. જોકે મુખ્ય વાત એ પણ છે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 72 લોકોની યાદી તૈયાર કરી છે તેમાં સૌથી વધુ પાટીદારો છે.
13) ટંકારા: લલિતભાઈ કગથરા 14) વિસાવદર: હર્ષદભાઈ રીબડીયા 15) માંગરોળ: બાબુભાઈ વાજા 16) અમરેલી: પરેશભાઈ ધાનાણી 17) પેટલાદ: નિરંજનભાઈ પટેલ 18) જામનગર શહેર: જયંતીલાલ દોંગાના નામની ચર્ચા ચાલી રહી છે.
7) જશદણ: કુંવરજીભાઈ બાવળીયા (કોળી પટેલ) 8) લીંબડી: સોમાભાઈ પટેલ (કોળી પટેલ) 9) મહેસાણા: જીવાભાઈ પટેલ 10) વરાછા: ધીરૂભાઈ ગજેરા 11) સુરત ઉત્તર: દિનેશભાઈ કાછડિયા 12) ધરમપુર: કિશનભાઈ પટેલના નામો નક્કી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
1) પાલનપુર: મહેશભાઈ પટેલ 2) જામનગર ગ્રામ્ય: નયના બૈન પી માદ્યાણી (જીલ્લા પંચાયત સભ્ય) 3) ડભોઈ: સિદ્ધાર્થભાઈ પટેલ 4) ગાંધીનગર દક્ષિણ: હિમાંશુભાઈ પટેલ 5) બોટાદ: મનહરભાઈ વસાણી 6) ભુજ: અર્જુનભાઈ પટેલના નામો નક્કી હોય તેવું જાણવા મળ્યું છે.
તમામ વર્તમાન કોંગી ધારાસભ્યોને ટીકીટની ખાત્રી રાજ્યસભા ચૂંટણી વખતે જ અપાઈ ગઈ છે પરંતુ 6 ધારાસભ્યોની રજૂઆતને પણ ધ્યાને રાખીને તેમની બેઠક બદલાવવામાં આવે અથવા તો તેમના પરિવારજન કે નજીકના ટેકેદારોને ટીકીટ મળી શકે છે.
કોંગ્રેસની આ યાદીમાં 23 પટેલનો નામ જોવા મળી રહ્યા છે. જોકે હજુ પણ ઘણી જગ્યાએ નામ નક્કી કરવામાં આવ્યા નથી તેવું જાણવા મળી રહ્યું છે. હજુ આ યાદીમાં પણ ફેરફારની સંભાવના છે. સંભવત દિવાળી આસપાસ આ નામની જાહેરાત થઈ જશે તેમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -