વિધાનસભાની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાશે બે તબક્કામાં, જાણો પહેલા ક્યાં યોજાશે ચૂંટણી
વિધાનસભા ચૂંટણીના એક જ મહિના પછી યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ભાજપ-કોંગ્રેસનું પાણી અને પ્રજાના મૂડ મપાઈ જશે. 14મી વિધાનસભામાં ધારાસભ્યોની શપથવિધિ ઉત્તરાયણ પછી યોજાશે અને ત્યાર બાદ બજેટ સત્ર 22 ફ્રેબુઆરી આસપાસ શરૂ થવાના અણસાર છે.
વિધાનસભા ચૂંટણીમાં આ બંને જિલ્લાઓ સહિત જે જિલ્લામાં પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે તેવા અમરેલીમાં 4, જૂનાગઢમાં 6, મોરબીમાં 1 સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાજપનો સફાયો થયો છે. ભાજપનું આધિપત્ય ધરાવતી 59માંથી 37 નગરપાલિકાઓ એવી છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે જ્યારે 38 પાલિકાઓને આવરી લેતા મતક્ષેત્રોમાં ભાજપના કબજામાં રહ્યા છે.
આ હેલા વર્ષ 2003માં નગર પાલિકાઓ માટે 12 ફેબ્રુઆરી અને પંચાયતો માટે 19 ફેબ્રુઆરીના રોજ એમ બે તબક્કે મતદાન યોજાયું હતું. આ વખતે પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતો અને ત્યારબાદ શહેરી વિસ્તારોમાં પાલિકાઓની ચૂંટણી યોજવા તરફ રાજ્ય ચૂંટણી પંચ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યું છે.
ગાંધીનગરઃ આગામી મહિને ગુજરાતમાં 75 નગર પાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 1400 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. આ મામલે ચૂંટણી પંચે તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં અને પછી શહેરી વિસ્તારમાં એમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.
હાલમાં 75 પૈકી 59 નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. જ્યારે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતો પણ હાલ ભાજપ પાસે છે. આથી આ ચૂંટણીઓમાં કોંગ્રેસને 15 નગર પાલિકાઓ ઉપરાંત જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહુમતી મળે એ તમામ વકરો એટલો નફો બની રહેશે.
આ ચૂંટણીમાં પહેલા તબક્કામાં 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 1400 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જ્યારે બીજા તબક્કામાં 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે. આ મામલે આગામી સપ્તાહે ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરી શકે છે.