આ ડિરેક્ટરે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આપ્યો ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું...
વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર જિગ્નેશ મેવાણીને ટેગ કરતાં એક પોસ્ટર ટ્વિટ કર્યું હતું. જેમાં ચર્ચા કરવા માટે સ્થળ અને સમય જણાવવામાં આવ્યું છે. વિવેકે લખ્યું કે,’પ્રિય જિગ્નેશ મેવાણી, હું તમને ચેલેન્જ કરૂં છું કે મારા તે આરોપોનો સામનો કરો જેમાં મેં કહ્યું છે કે તમે ભાડાના ટટ્ટુ છો. જેને હિંસા ભડકાવવા માટે ફંડ મળી રહ્યું છે. જો તમે દ્રઢ નિશ્ચયવાળા વ્યક્તિ છો તો ભાગતા નહીં. 9 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યાથી હું કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં તમારી રાહ જોઇશ. મહેરબાની કરી 8 તારીખે સાંજે 6 કલાક સુધીમાં જવાબ આપવા વિનંતી.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે તાજેતરમાં જ કોરેગાંવ-ભીમામાં થયેલી ઘટના પાછળ જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદનો હાથ હોવાનું જણાવતા બન્ને વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વિવેકે કરેલી આ ટ્વિટમાં એક પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું હતું. જેમાં તેણે પોતાનો પરિચય ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ના ફિલ્મ ડિરેક્ટર અને ‘અર્બન નક્સલ’ નામના પુસ્તકના લેખક તરીકે આપ્યો છે. જ્યારે જિગ્નેશ મેવાણીને રાહુલ ગાંધીનો નવો પોસ્ટર બોય અને એક ફેમસ ‘અર્બન નક્સલ’ જણાવ્યો છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરેગાંવ-ભીમામાં હાલમાં જ થયેલ ઘટના બાદ ચર્ચામાં આવેલ યુવા નેતા અને ગુજરાત અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાણીતા લેખક અને ડિરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ ખુલ્લો પડકાર આપ્યો છે. કોરેગાંવ-ભીમામાં થયેલ ઘટના પાછલ જિજ્ઞેશ મેવાણી અને ઉપર ખાલિદનો હાથ હોવાનું તેમણે કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -