આજે પેટ્રોલપંપ સંચાલકો ઈંધણ નહીં ખરીદે, થઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત
અમદાવાદઃ પેટ્રોલિયમ ડીલર્સે દ્વારા કમિશન, ઈથેનોલના મિશ્રણ, ટ્રાન્સપોર્ટ ડેન્ટરના ભાવ, શૌચાલય સહિતના મુદ્દાઓને લઈને સમગ્ર દેશમાં ડીલર્સ એસોસિએશન દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. જેને પગલા આજે સમગ્ર દેશમાં ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં. જેના કારણે પેટ્રોલ-ડીઝલની અછત થઈ શકે છે. ઉપરાંત 15 નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યારબાદ હવે આગળની રણનીતિના ભાગરૂપે ગુરૂવારે રાજ્યના તમામ પેટ્રોલિયમ ડીલર્સ ઈંધણની ખરીદી કરશે નહીં. એક દિવસ માટે રાજ્યના કોઈ પણ પેટ્રોલપંપ માલિક ઈંધણ ખરીદશે નહીં. જેથી પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક હશે ત્યાં સુધી પેટ્રોલનું વિતરણ ચાલુ રાખવામાં આવશે. પરંતુ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂર્ણ થયા બાદ રાજ્યમાં ઈંધણની અછત જોવા મળી શકે છે.
ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા પેટ્રોલિયમ ડીલર્સને પડતી મુશ્કેલીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે. જેને અમદાવાદ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પણ સહકાર આપ્યો હતો અને રાજ્યમાં આંદોલનમાં નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વિરોધ કરવાનું નક્કી કરાયું હતું. જેના પગલે ૧૯ ઓક્ટોબર અને ૨૬ ઓક્ટોબરના રોજ સાંજે ૭થી ૭-૧૫ સુધી પેટ્રોલપંપર પર પેટ્રોલ-ડીઝલનું વેચાણ પણ બંધ કરી દેવાયું હતું.
ત્યારબાદ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ૧૫ નવેમ્બરના રોજ પેટ્રોલપંપ માલિકો ઈંધણની ખરીદી અને વેચાણ બંધ કરવાના હતા. પરંતુ તેમાં એસો. દ્વારા ફેરફાર કરાયો હતો અને હવે ૧૫ નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરશે નહીં, પરંતુ વેચાણ ચાલુ રાખશે. હાલમાં તો એસો. દ્વારા ૧૫ નવેમ્બર સુધીની રણનીતિ નક્કી કરેલી છે. ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -