પાટીદારોને ખુશ કરવા રચાયેલા બિનઅનામત આયોગના ચેરમેનપદે કોની થઈ નિમણૂક? બીજાં નિગમોમાં કોણ નિમાયા? જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાત સરકારે 18 બોર્ડ નિગમોમાં ચેરમેન તથા સભ્યોની નિમણૂક કરી છે ત્યારે તાજેતરમાં પાટીદારોને ખુશ કરવા રચાયેલા ગુજરાત બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેનપદે નિવૃત્ત આઈએએસ અધિકારી બી.એચ. ઘોડેસરા નિમાયા છે. ઘોડેસરા વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે.
ગુજરાત બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપપ્રમુખ તરીકે વિમલ દિનેશચંદ્ર ઉપાધ્યા.ની નિમણૂક કરાઈ છે. આ નિગમના અન્ય સભ્યોમાં રૂપીન પચ્ચીગર, કરણસિંહ ચાવડા, હિમાંશુ ખમાર, જગદીશ ભાવસાર તથા શ્રીમતી અમીબેન પરીખની નિમણૂક કરાઈ છે.
આ ઉપરાંત ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે મગનભાઈ માળી તથા બેચર સ્વામી અતિ પછાત જાતિ વિકાસ બોર્ડના ચેરમેન તરીકે ગૌતમ ગેડિયા નિમાયા છે. ગુજરાતમાં આ સપ્તાહે ચૂંટણી જાહેર થવાની શક્યતા છે તે જોતાં હજુ વધારે નિમણૂકોની શક્યતા નકારાતી નથી.
અ ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિ નિગમના ચેરમેનપદે લક્ષ્મણભાઈ પટ્ટણી, ગુજરાત હાથશાળ અને હસ્તકળા નિગમના ચેરમેનપદે શંકરભાઈ દલવાડી, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ગુજરાત ક્ષેત્રના ચેરમેનપદે સરદારસિંહ બારૈયા તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડના સભ્યપદે કિશોર કુહાડા નિમાયા છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેનપગે હંસરાજ ઘુસાભાઈ ગજેરા અને વાઈસ ચેરમેન તરીકે રશ્મિભાઈ પંડ્યા નિમાયા છે. આ નિગમના સભ્યપદે નરેન્દ્રભાઈ શાહ, હસુભાઈ ભગદેવ તથા પ્રદીપસિંહ વાઘેલા નિમાયા છે.