✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીએ મળવા આપ્યું નિમંત્રણ, હાર્દિક પટેલે શું આપ્યો જવાબ? કોંગ્રેસ-ભાજપ પર કર્યા કેવા પ્રહારો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Oct 2017 10:26 AM (IST)
1

હાર્દિકે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ, બળાત્કારી જનતા પાર્ટી છે. બળાત્કારી જનતા પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પછાડવા માટે વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા વગેરે સૂત્રો યાદ રાખવા પડશે.

2

હાર્દિકે કહ્યું કે, ખેડૂતોની જમીન જતી હોય તો ટેલિકોમ કંપની ભાડુ આપે છે. તેવી જ રીતે જેટકો તરફથી પણ ખેડૂતોને માસિક રૂપિયા 5થી 7 હજાર ભાડુ મળવું જોઇએ. જો તમે એક થઇને લડત નહીં આપો તો, આવનારા દિવસોમાં જેટકોની વીજ લાઇનો નંખાતી રહેશે. તેની સાથે કંપનીઓ પણ આવતી રહેશે.

3

હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપા બંને માસિયાઈ ભાઇઓ છે. કોઇ પણ પક્ષ સત્તામાં હોય બહુ ફરક પડતો નથી અને આપણે એક થઇને લડીશું તો જ આપણા પ્રશ્નો હલ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનેક ખેડૂતોની જમીનમાંથી જેટકોની હાઇટેન્શન વીજ લાઇન પસાર થઇ રહી છે તે મુદ્દે ખેડૂતો જાગૃત થાય.

4

હાર્દિકે તેના તેવર આકરા બનાવતાં ભાજપ તથા કોંગ્રેસ પર પ્રહારો ચાલુ રાખ્યા છે. વાઘોડિયા તાલુકાના મઢેલી ગામમાં ખેડૂત સંમેલનને સંબોધતાપાસના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જે પક્ષ આપણા હિતની વાતો ન કરે તે પક્ષ આપના કામનો નથી. કોંગ્રેસ ચોર છે. અને ભાજપા મહાચોર છે.

5

રાહુલ ગાંધીની હાજરીમાં સોમવારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાવાના છે. આ સમારોહમાં હાજરી આપવા માટે રાહુલ અમદાવાદ આવવાના છે ત્યારે તેમણે હાર્દિક પટેલ ઉપરાંત જીગ્નેશ મેવાણીને મળવા માટે પણ રાહુલે બોલાવ્યા છે પણ હાર્દિક તેમને નથી મળવાનો. જીગ્નેશ મળશે કે નહીં તે નક્કી નથી.

6

મહેસાણા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને મળવા માટે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ નિમંત્રણ આપ્યું હતું પણ હાર્દિકે રાહુલના નિમંત્રણને નકારી કાઢ્યું છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવાની ઓફર ઠુકરાવીને જાહેર કર્યું છે કે, હું સોમવારે રાહુલ ગાંધીને મળવાનો નથી.

  • હોમ
  • ગુજરાત
  • રાહુલ ગાંધીએ મળવા આપ્યું નિમંત્રણ, હાર્દિક પટેલે શું આપ્યો જવાબ? કોંગ્રેસ-ભાજપ પર કર્યા કેવા પ્રહારો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.