ગુજરાતના ક્યા વિસ્તારોમાં અત્યાર સુધી પડ્યો છે 1 ઈંચ પણ કરતાં ઓછો વરસાદ? જાણો વિગત
અમદાવાદઃ ચોમાસાની ચાલુ સિઝનમાં ગુજરાતમાં અમુક ઠેકાણે ભારે વરસાદ થયો છે જ્યારે અમુક ઠેકાણે વરસાદ જ થયો નથી. એ રીતે ગુજરાતમાં વરસાદને મામલે વિરોધાભાસ જોવા મળે છે અને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી એક ઈંચ પણ વરસાદ થયો નથી.
ધાંગધ્રા (0.39 ઈંચ), લખપત (0.43 ઈંચ), વાવ (0.62 ઈંચ), મુન્દ્રા (0.98) પણ એવા તાલુકા છે કે જ્યાં 1 ઈંચ કરતા પણ ઓછો વરસાદ પડતાં ત્યાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.
આ ઉપરાંત અબડાસા ( 1.14 ઈંચ), જોટાણા (1.22 ઈંચ)., નખત્રાણા ( 1.33 ઈંચ), સાણંદ (1.61 ઈંચ) તથા ભૂજ (1.73 ઈંચ ) એવા તાલુકા છે કે જ્યાં 1 ઈંચથી 2 ઈંચની વચ્ચે વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં નહિવત્ વરસાદ પડતાં લોકો ચિંતામાં મૂકાયાં છે.
આ વિસ્તારોમાં કચ્છના રાપર તાલુકામાં માત્ર 6 મિ.મી. અર્થાત 0.23 ઈંચ સાથે સીઝનના કુલ વરસાદના માત્ર 1.30 ટકા વરસાદ પડયો છે.