રાસ-ગરબાના શોખીન વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, નવરાત્રીમાં આટલા દિવસોનું મળશે વેકેશન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jun 2018 04:53 PM (IST)
1
કોલેજોમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે શિક્ષણ વિભાગે કોમન કેલેન્ડર જાહેર કર્યું છે. જો કે, મેડિકલ અને ફાર્મસી કોલેજોને આ નિમય લાગું નહિ પડે.
2
રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે કોમન એકેડમિક કેલેન્ડરનો અમલ કરાયો છે. પ્રથમ સત્રમાં 95 તેમજ દ્રિતિય સત્રમાં 102 દિવસ શૌક્ષણિક કાર્ય ચાલશે. પ્રથમવાર રાજ્યમાં નવરાત્રી વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થિઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
3
અમદાવાદ: રાસ ગરબાના શોખીન વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી અને દિવાળીને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની સરકારી યુનિવર્સિટીની કોલેજોમાં 7 દિવસનું નવરાત્રિ વેકેશન આપવામાં આવશે. તેમજ દિવાળી વેકેશન 21 દિવસની જગ્યાએ 14 દિવસનું કરી દેવાશે.