✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપની બીજી યાદીમાં એક ડઝન MLAનાં કપાયાં પત્તાં, જાણો કોને કોને ના મળી ફરી ટિકીટ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2017 10:11 AM (IST)
1

જયરાજસિહં જાડેજા પર કેસ ચાલી રહ્યો હોવાથી તે જેલમાં છે જેના કારણે ગોંડલ બેઠક તેમનું પતું કાપવામાં આવ્યું છે તેના બદલે ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મહત્વની બેઠક એવી સુરત (ઈસ્ટ) બેઠક પરથી રણજીત ગિલિટવાલાનું પતું કાપવામાં આવ્યું હતું છે અને અરવિંદ રાણાને ટિકિટ આપવામાં આવી છે. અરવિંદ રાણાના નામની જાહેરાત થતાં આ વિસ્તારમાં ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

2

ડભોઈ બેઠક પરથી બાલકૃષ્ણ પટેલને બદલે શૈલેષભાઈ મહેતાને ટિકિટ આપવામાં આવી છે. નામની જાહેરાત થતાં જ સમગ્ર વિસ્તારમાં કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગણદેવી બેઠક પર મંગુભાઈ પટેલનું પતું કાપવામાં આવ્યું છે જેના બદલે નરેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

3

અમદાવાદ: ભાજપ હાઈકમાન્ડે સતત બીજા દિવસે ચૂંટણીના 36 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં અપેક્ષા મુજબ રાજ્યકક્ષાનાં મંત્રી ડો. નિર્મલાબેન વાઘવાણીને કાપી નખાયા છે. આ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ મંગુભાઈ પટેલ સહિત 12 સીટિગં ધારાસભ્યો કપાયા છે. જ્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદ શહેરનાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને રીપિટ કરવામાં આવ્યા છે. આ યાદીમાં 24 નવા ચહેરાનો ટિકિટો આપવામાં આવી છે.

4

ખંભાત બેઠક પરથી સંજય પટેલનું પતું કાપીને મયુર રાવલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મોરવા હડફ બેઠક પરથી વિક્રમસિંહ ડિંડોરને ટિકિટ આપવામાં આવી છે જ્યારે નિમિષા સુથારનું પતું કાપવામાં આવ્યું છે.

5

ધોરાજી બેઠક પરથી હરીભાઈ પટેલને ભાજપે ટિકિટ આપી છે જ્યારે પ્રવિણ માંકડિયાનું પતું કાપવામાં આવ્યું છે. આ ઉપરાંત કાલાવાડ બેઠક પરથી મેઘજી ચાવડાનું પતું કાપીને મૂળજીભાઈ ધૈયાડાને ટિકિટ આપવામાં આવી છે.

6

ચોટીલા બેઠક પરથી શામજી ચૌહાણને બદલે જીણાભાઈ ડેડવારિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ટંકારા બેઠક પરથી રાઘવજી ગડારાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે બાવનજી મેતલિયાનું પતું કપાયું છે.

7

ગાંધીધામ બેઠક પરથી રમેશ મહેશ્વરીને કાપીને માલતીબેન મહેશ્વરીને ટીકિટ આપવામાં આવી છે. જ્યારે નરોડા સીટ પરથી નિર્મલા વાધવાણીને બદલે બલરામ થાવાણીને ટિકિટ ફાળવવામાં આવી છે. ભાજપે બીજી યાદી જાહેર કરવામાં કાર્યકરો ગેલમાં આવી ગયા હતાં.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપની બીજી યાદીમાં એક ડઝન MLAનાં કપાયાં પત્તાં, જાણો કોને કોને ના મળી ફરી ટિકીટ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.