માણસામાં પાસ નેતા હાર્દિક પટેલે શું કહ્યું? હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા પાટીદારો, જાણો વિગતે
જેમાં ટોળાંએ જીગર પટેલની ગાડીના કાચ અને લાઇટ્સ તોડવા સાથે ગાડીમાં તોડફોડ મચાવી દીધી હતી. જો કે જીગર પટેલ આ ગાડીમાં ન હોવાનું અને તેઓ યુવા મોરચાની બેઠકમાં ગાંધીનગર હોવાનું તેમણે કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે પાટીદારોને ગામે ગામ કલમ 144 લગાડી દેવા એલાન કર્યું હતું. ભાજપને ઉખાડી ફેંકવાનાં આહવાન સાથે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, માણસામાં મારા પિતા ભાજપમાંથી લડવા આવે તો પણ મત આપતા નહીં. અગાઉ હાર્દિક પટેલની રેલી દરમિયાન એક કારમાં તોડફોડની ઘટના બહાર આવી હતી.
રૂપાલ ગામે વરદાયની માતાના દર્શને જતાં હાર્દિકના કાફલો અને ગાંધીનગર મહાનગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગર પટેલની ગાડીઓ સામસામી થઇ જતાં બબાલ અને ત્યારબાદ મારામારી થઇ ગઇ હતી.
હાર્દિક પટેલની કથીત સેક્સ સીડી બહાર આવ્યા બાદ માણસાની સભામાં જવાબ આપવાની વાત કરી હતી. ત્યારે હાર્દિકે જાહેરમાં જણાવ્યું હતું કે આંદોલન અને સીડીનો કોઇ લેવા દેવા નહીં, ટીવીમાં પાંચ દિવસ ચાલ્યું પણ કોઇ ફેર પડતો નથી. હાર્દિકે પૂછ્યું હતું કે નલીયા કાંડની સીડી કેમ આવતી નથી.
માણસામાં પાસના નેતા હાર્દિક પટેલે જંગી રેલીને સંબોધન કર્યું હતું. આ રેલી અગાઉ તેણે ગાંધીનગર નજીક રૂપાલ મંદિરે દર્શન કર્યા હતા. હાર્દિક પટેલે લોકોને ભાજપને મત નહીં આપવાની હાકલ કરતા જણાવ્યું હતું કે માણસામાં બીજેપી મારા પિતાને ટિકિટ આપે તો પણ તેમને મત આપતા નહીં.
ગાંધીનગર: માણસામાં પાસના નેતા હાર્દિક પટેલની સભાની મંજુરી રદ કર્યા બાદ કલેક્ટર તથા એસપીએ મંજુરી વગર સભા નહીં કરવા દેવાની વાત કરી હતી, જોકે આ સભાનાં તે જ સ્થળે અને નક્કી થયેલા સમયે જ પાસની ભરચક સભા યોજાઈ હતી. આ સભામાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -