✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મર્દની મોંકાણમાં જવાય પણ હિજડાની જાનમાં ન જવાય’, હાર્દિકે કોના પર કર્યો આ કટાક્ષ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2017 10:33 AM (IST)
1

આ લડતને ચાલુ રાખવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દોઢ માસ પછી 1 લાખ લોકોનું સંમેલન યોજાશે તેવી જાહેરાત હાર્દિકે કરી હતી. હાર્દિકે જણાવ્યુ કે, અમે ગાડીમાં આવ્યા પણ જાણે ઘોડા પર સુરેન્દ્રનગર આવ્યા હોય તેવુ લાગ્યું. તેમ કહીને આને કહેવાય વિકાસ, તેવી કોમેન્ટ કરતાં સમગ્ર હોલમાં રમૂજ ફેલાઇ ગઇ હતી.

2

હાર્દિકે કહ્યું કે, જેની સામે લડત છે તે 2017 પહેલા અનામત આપી દેશે અને નહીં આપે તો એ લોકોને 2017માં આપવા લાયક નહીં રહેવા દેવાની ચીમકી આપી હતી. હાર્દિકે 5 ઓગસ્ટ-2017ના રોજ અમદાવાદના ક્રાંતિકારી કાર્યકર સંમેલનમાં જિલ્લાના પાટીદારોને આવવા આહવાન કર્યું હતું.

3

વઢવાણ જીઆઈડીસીમાં આવેલા મેડિકલ હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના પાટીદારોને હાર્દિકે 5 ઓગસ્ટના અમદાવાદના સંમેલનમાં હાજર રહેવા આહવાન કર્યુ હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલનનું અમદાવાદ ખાતે આયોજન કરાયુ છે. જેના ભાગ રૂપે આ મિટીંગ યોજાઇ હતી.

4

હાર્દિકે અનામત આપવાનો ઈન્કાર કરનાર ભાજપને આડે હાથ લીધો હતો. આ ઉપરાંત તેણે પાટીદાર સમાજના બદલે ભાજપ તરફ વફાદારી બતાવનાર પાટીદાર ધારાસભ્યોને પાઠ ભણાવવા લલકાર કરતાં કહ્યું હતું કે, પાટીદારો યાદ રાખે કે, મર્દની મોંકાણમાં જવાય પણ હિજડાની જાનમાં ન જવાય.

5

આગામી દરેક પેઢીમાં પટેલ દરેક પરિવારમાંથી 1 પટેલના છોકરાને સરકારી નોકરી હોવી જોઇએ અને આ લડત સમાજની આવનારી પેઢી માટેની છે તેમ જણાવીને હાર્દિકે પાટીદારોને આ આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેણે કહ્યું કે, આ લડત કોઇ રાજકીય, સમાજ કે સત્તા માટે નહીં પરંતુ સમાજના બાળકો માટેની લડત છે.

6

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે, ભાજપ સરકાર આ વરસે જ પાટીદારોને અનામત આપી દે તો ઠીક છે. નહિંતર એ લોકો 2017માં જ અનામત આપવાને લાયક નહીં રહે. હાર્દિકે ગુજરાત વિધાનસભાના સંદર્ભમાં આ વાત કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ‘મર્દની મોંકાણમાં જવાય પણ હિજડાની જાનમાં ન જવાય’, હાર્દિકે કોના પર કર્યો આ કટાક્ષ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.