હાર્દિક પટેલે કઈ વાતને ગણાવી પોતાની સૌથી મોટી ભૂલ? રાજકીય પક્ષમાં જોડાવા અંગે શું કરી મોટી જાહેરાત?
હર્દિકે કહ્યુ કે,મારી સૌથી મોટી ભુલ કે હું તમારુ પ્રતિનિધ્ત્વ કરુ છું, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર રાજકીય પક્ષમાં જોડાણ કરે તો તેમને ટેકો આપી તેમનો સમાજ સ્વીકારી લે છે અને અહીં હું સહેજ વાત કરુ તો આપણા જ કેટલાક લોકોને કાંઇક થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં હાર્દિકે કહ્યું કે, મોંઘવારી કારમી બની છે પરંતુ તેની સામે વિપક્ષ જાણે કે નબળો છે. હજુ પણ આગામી ત્રણ વર્ષ સુધી કોઇ જ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી તેમ કહીને હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણવિરામ મારી દીધુ હતું.
હાર્દિક પટેલે સૌ પહેલા તો રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, સાબરકાંઠામાં શનિવારે બે વ્યક્તિ આવ્યા. એક ભાઇ સવારે આવ્યા અને રાત્રે હું આવ્યો. મેં તેમની સભા પણ જોઇ ખુરશીઓ ખાલી હતી અને અહીં બેસવા માટે, હાથ ઉપર કરીને કહ્યું, જો પેલા ભાઇ ઉપર બેસી ગયા છે. આ જ અમારી તાકત છે.
હાર્દિક પટેલે આ સભામાં કેટલાક જુથો તેની સાથે બાંયો ચઢાવતા હોવાના મુદ્દે કહ્યું હતું કે, હું તમારું પ્રતિનિધિત્વ કરું છે એ મારી સૌથી મોટી ભુલ. હાર્દિક પટેલે સાબરકાંઠાના પ્રાંતિજના ઘડકણ ખાતે શનિવારે મોડી સાંજે કિસાન મહાસંમેલન યોજ્યુ હતું.
હિંમતનગરઃ શનિવારે સાબરકાંઠા જિલ્લામાં રાજકીય જમાવડો લાગ્યો હતો. રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ બન્નેએ સભા ગજવી હતી. જોકે આ હાર્દિક પટેલે પોતાની સભામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેના પર પ્રકાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -