કચ્છમાં જિલ્લામાં આંદોલનની અસર ઓછી છે એવું કહેવાવાળાઓને આજે ઊંઘ નહીં આવે? કોણે આપ્યું આવું નિવેદન, જાણો વિગતે
ભુજ: કચ્છ જિલ્લાના માંડવી ખાતે અનામત અને ખેડૂતોની દેવા માફીની માંગ સાથે હજારો ખેડૂતોની હાજરીમાં “હક ચાહિયે હક સે’’ નારા લાગ્યા હતાં. કચ્છ જિલ્લામાં આંદોલનની અસર ઓછી છે એવું કહેવાવાળા ને આજે ઊંઘ નહીં આવે તેવું પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે કહ્યું કે,મારી સૌથી મોટી ભુલ કે હું તમારુ પ્રતિનિધ્ત્વ કરુ છું, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર રાજકીય પક્ષમાં જોડાણ કરે તો તેમને ટેકો આપી તેમનો સમાજ સ્વીકારી લે છે અને અહીં હું સહેજ વાત કરુ તો આપણા જ કેટલાક લોકોને કાંઇક થાય છે.
વધુમાં હાર્દિકે કહ્યું કે, મોંઘવારી કારમી બની છે પરંતુ તેની સામે વિપક્ષ જાણે કે નબળો છે. હજુ પણ આગામી ત્રણ વર્ષ સુધી કોઇ જ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી તેમ કહીને હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણવિરામ મારી દીધુ હતું.
હાર્દિક પટેલે સૌ પહેલા તો રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, સાબરકાંઠામાં શનિવારે બે વ્યક્તિ આવ્યા. એક ભાઇ સવારે આવ્યા અને રાત્રે હું આવ્યો. મેં તેમની સભા પણ જોઇ ખુરશીઓ ખાલી હતી અને અહીં બેસવા માટે, હાથ ઉપર કરીને કહ્યું, જો પેલા ભાઇ ઉપર બેસી ગયા છે. આ જ અમારી તાકત છે.
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે દિવસે રાહુલ ગાંધી અને રાત્રે હાર્દિક પટેલે સભા ગજવી હતી પણ હાર્દિક રાહુલનું નામ લીધા વગર કોંગ્રેસ પર ટોણો માર્યો હતો. સાથે જ પાટીદારોના જ કેટલાક જુથો તેની સામે બાંયો ચઢાવતા હોવાને લઇને કહ્યુ હતું કે, મારી સૌથી મોટી ભુલ કે હું તમારુ પ્રતિનિધ્ત્વ કરુ છું. હાર્દિક પટેલે સાબરકાંઠાના પ્રાંતિજના ઘડકણ ખાતે શનિવારે મોડી સાંજે કિસાન મહાસંમેલન યોજ્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -