'કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે’
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2018 02:33 PM (IST)
1
હાર્દિકે કહ્યું કે, પોલીસે મારા ઘરની ચારે બાજુ અડિંગો જમાવી દીધો છે. આઝાદીની લડાઈ સરદાર અને અન્ય લોકો જેલમાંથી લડ્યા હતા અને મારુ ઘર પણ જેલથી કંઇ ઓછું નથી એવી સ્થિતિ પોલીસે પેદા કરી છે. ગાંધીજીએ જે પ્રકારે ઉપવાસ કર્યા હતા એ પ્રકારે ઉપવાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
2
3
હાર્દિકે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ઘણી વાર એવું લાગે છે કે અમે અંગ્રેજોના શાસનમાં જીવીએ છીએ. કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે. અલ્પેશ કથીરીયાની બહેનને ગઇકાલે રાખડી બાંધતી અટકાવાઇ તેના પરથી શું સ્થિતી છે તે સમજી જાઓ.
4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે આજે તેના ફેસબુક લાઈવમાં ભાજપ સરકાર પર ભારે પ્રહાર કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, પોલીસે ઘણા પ્રયાસ કર્યા કે લોકો મારા ઘર સુધી ન આવે પણ લોકો આવી રહ્યા છે.