‘જે રાજ્યનો રાજા નમાલો તેની પ્રજા સુખી ન થઈ શકે.....’
નોંધનીય છે કે, પાસના કન્વીનર હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટથી આમરણ ઉપવાસની જાહેરાત કરી દીધી છે પરંતુ ૨૦૧૫માં જીએમડીસી મેદાન ખાતે હાર્દિકને ઉપવાસની મંજૂરી આપ્યા બાદ જે બનાવો બન્યા હતા તેને ધ્યાનમાં રાખીને પોલીસ કે વહીવટી તંત્ર ફરી વખત મંજૂરી આપવાના મૂડમાં નથી. અમદાવાદમાં રવિવારે નિકોલ ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસનો પ્રયાસ કરતા હાર્દિકની અટકાયત કરી લેવાઇ હતી તે પછી હવે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ માટે મામલતદારને અરજી કરીને મંજૂરી માગી છે. જો ત્યાં મંજૂરી ના મળે તો હાર્દિકે છેલ્લે પોતાના એસજી હાઇવે નજીકના નિવાસસ્થાને પણ ઉપવાસ કરવા તૈયારી શરૂ કરી છે.
ગત 18મી ઓકટોબર 2015 ના રોજ રાજકોટ ખાતે યોજાયેલી ભારત અને સાઉથ આફ્રિકા મેચમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને મેચ જોવા જતા રાજકોટ પોલીસ દ્વારા અટાયકત કરી દેતા સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા સહિતના કાર્યકરો દ્વારા કામરેજ તાલુકાના આંબોલી ગામની હદમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વીજપોલ મુકી એક કલાક ચક્કાજામ કરી દેતા કામરેજ પોલીસે હાર્દિક, અલ્પેશ કથીરીયા સહિત નવ પાટીદાર યુવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં મંગળવારના રોજ મુદત હોવાથી હાર્દિક પટેલ સહિત સાત કાર્યકરો કઠોર કોર્ટના એડીસનલ સિવિલ જજ એન્ડ એડી.જયુડી ફસ્ટ કલાસ મેજીસ્ટેટ એચ. આર. ઠાકોરની કોર્ટમાં હાજર રહ્યા હતા.
કામરેજઃ આંબોલી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ચકકાજામ કેસમાં હાર્દિક પટેલની મંગળવારના રોજ મુદતમાં હાજર રહ્યો હતો. કેસ માટે આગામી 20મી સપ્ટેમ્બરની મુદત કઠોર કોર્ટમાં પડી હતી. આ કેસમાં નવમાંથી હાર્દિક પટેલ સહિત સાત કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં તેણે જણાવ્યુ કે જે રાજયનો રાજા નમાલો હોય તેની પ્રજા કયારેય સુખી ન થઈ શકે. જે રાજયની પ્રજા જ સુખી ન થઈ શકે તે રાજાને બેસવાનો કોઈ અધિકાર જ નથી.