હાર્દિક પટેલે રાહુલ ગાંધીની ક્યા મુદ્દે કરી ટીકા? ભાજપ વિરોધી મોરચાના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોની કરી તરફેણ?
હાર્દિકના મતે કોંગ્રેસમાં કેટલાક રાજ્યોમાં જૂથબંધી છે, અનેક જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસને હરાવે છે, એવા લોકોને પક્ષમાંથી કાઢવા જોઈએ. જો કે રાહુલે ભાજપ સામે રચાનારા મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે રાહુલ જ હોવા જોઈએ એવો વ્યક્તિગત મત પણ પ્રગટ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે એક ટોચના અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, રાહુલ ગાંધી ખૂબ ધીમા છે અને તેમણે પોતાની કાર્યપધ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. હાર્દિક પટેલના મતે રાહુલ ગાંધીએ કોંગ્રસમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનને ફરી ધમધમતું કરવા કમર કસી છે. હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરવાના છે ત્યારે આ ઉપવાસ પહેલાં હાર્દિક પચેલે રાહુલ ગાંધીની ટીકા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -