સાવરકુંડલાઃ વરસડા નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત, 20 ઘાયલ
બસ અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક અને બસને અલગ કરવા માટે જેસીબી અને એસટીના ટોઇંગ વાનની મદદ લેવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. અકસ્માતની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત એસટી નિગમના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ટ્રક અને એસટી બસની સામ સામેની ટક્કરથી બસમાં સવાર આશરે પાંચથી છ મુસાફરો સીટોમાં સફાયા હતા. ટ્રક બસની સાઇડમાં ઘૂસી જતાં બસની સીટ વચ્ચે મુસાફરો ફરાયા હતા. આ તમામની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાવરકુંડલાઃ અમરેલીના સાવરકુંડલાના વરસડા ગામ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની સાવરકુંડલા-ઊંઝા રૂટની એસટી બસ પસાર થઇ રહી હતી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -