2019 લોકસભાની ચૂંટણી લડવા મુદ્દે હાર્દિક પટેલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભાજપની વિરૂદ્ધમાં પ્રચાર કર્યો હતો.
કેંદ્ર સરકારે પાટીદાર નેતા હાર્દિક પટેલને આપેલી વાઈ પ્લસ સુરક્ષા પાછી લીધી છે. કેંદ્રએ આ નિર્ણય સુરક્ષા મુલ્યાંકન બાદ કર્યો છે. જીવનું જોખમ હોવાના કારણે નવેમ્બર 2017માં હાર્દિક પટેલને વાઈ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. સુરક્ષા પાછી ખેંચવામાં આવતા હાર્દિકે ટ્વિટ કરતા કહ્યું તેની હત્યા કરવાનો પ્લાન છે અથવા તેને જેલમાં મોકલવાની તૈયારી. કર્મ કરૂ છું ફળ સારૂ હશે કે ખરાબ મળવાનું તો મને જ છે.
અમદાવાદ: એબીપી અસ્મિતાના કાર્યક્રમ હોટ ટોપિકમાં હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે, હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ 2019ની લોકસભા ચૂંટણી નથી લડવાના.
હાર્દિક પટેલે કહ્યું કે લોકોના પ્રશ્નોના સમાધાનની ખબર પડશે ત્યારે જ તેઓ ચૂંટણી લડશે. હાર્દિક પટેલ પર અનામતને લઈ રાજકિય લાભ ખાંટવાના આરોપ લાગી રહ્યા હતા, જેને લઈ તેઓએ સ્પષ્ટતા કરી છે.