✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકે રાજસ્થાન હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પોલીસ શું કરી રજૂઆત? વાંચો અહેવાલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2016 10:16 AM (IST)
1

જોધપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરીને ઉદયપુરમાં હાર્દિકના કામચલાઉ ઘરે તેને ગેરકાયદેસર રીતે નજરકેદમાં રાખવાનો રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટમાં થયેલી પીટિશનને પગલે હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી હતી. તેમજ આ અંગે ખુલાસો કરવા આદેશ આપ્યો હતો. આ અંગે રાજસ્થાન પોલીસે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, પાસના કન્વીનર હાર્દિક પટેલને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તે પણ અમે તેના રહેણાંક બદલવા સમાન ગણીએ છીએ અને તેથી જ તેને બહાર જતા અટકાવીએ છીએ. આગળ વાંચોઃ હાર્દિકે રાજસ્થાન પોલીસની રજૂઆત સામે શું કરી હતી દલીલ?

2

લોખંડવાલાએ હેબિયસ કોર્પસ રીટ પીટિશન દાખલ કરીને હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, તે રાજસ્થાન પોલીસને આદેશ આપે કે તેઓ હાર્દિકને કોર્ટ સમક્ષ હાજર કરે. આ રીટ પીટિશનમાં રાજસ્થાન સરકાર, ડીજીપી તથા ઉદયપુરના આઈજીપીને પ્રતિવાદી બતાવાયા છે. પીટિશનમાં આક્ષેપ કરાયો છે કે, નામદાર ગુજરાત હાઈકોર્ટના 8 જુલાઈ, 2016ના આદેશનું બદઈરાદાના કારણે ખોટું અર્થઘટન કરીને પોલીસ અધિકારીઓએ હાર્દિક પર ખોટી શરતો લાદી છે. આ પોલીસ અધિકારીઓએ હાર્દિકને કહ્યું છે કે તે નજરકેદ હેઠળ છે. પોલીસે હાર્દિકને ધમકી આપી છે કે એ ઘરની હદની બહાર પગ મૂકશે તો માઠાં પરિણામ ભોગવવાં પડશે. હાર્દિકને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા પછી તે ઉદયપુરમાં કોંગ્રેસના નેતાના ઘરે રહે છે. ઉદયપુરના આઈજીએ હાર્દિકને બોલાવીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી વિના તેનું નિવાસ નહીં છોડવા ફરમાન કર્યું હતું.

3

ગુરુવારે રાજસ્થાન પોલીસે એવી રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઈકોર્ટે એવી શરત મૂકી છે કે, હાર્દિક તેનું રહેણાંક છ મહિના માટે બદલી શકશે નહીં, તે ઘરમાંથી બહાર નિકળી બીજા સ્થળે જાય ત્યારે તે રહેણાંક બદલી શરતનો ભંગ કરતો હોય તેમ જણાય છે. જેથી અમે તેને અટકાવીએ છીએ. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી રાજસ્થાન પોલીસ અમને ખોટી રીતે ઘરમાં નજરકેદમાં રાખતા હોવાની રજૂઆત હાર્દિકે કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • હાર્દિકે રાજસ્થાન હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પોલીસ શું કરી રજૂઆત? વાંચો અહેવાલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.