હાર્દિકે પોતાની સરખામણી કેમ અરબી ઘોડા સાથે કરી? GMDC કરતાં ઓછી સંખ્યા હોવા વિશે શું કહ્યું?
હાર્દિકે ઉમેર્યું કે, જે લોકોને આ સહન કરવાની આદત હોય એ કરે પણ ઉપવાસ આંદોલન મજબૂતાઇથી આગળ વધશે. અત્યારે અમે ૩૦૦ લોકો મજબૂતાઇથી લડી રહ્યા છીએ અને અત્યારે ના આવો તો કંઈ નહીં પણ જ્યારે પોલીસ હટે ત્યારે આવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે આજે તેના ફેસબુક લાઈવમાં કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાંની સંખ્યા અને આજની સંખ્યાના સમાચારથી લોકોને તથા ખાસ તો યુવાનોને ચિંતા થતી હશે પણ ચિંતા કરવાની જરૂર નથી.
હાર્દિકે હુંકાર કર્યો કે, ચોવીસ કલાક પોલીસ હટાવો તો ખબર પડે કે ગ્રીનવુડ રીસોર્ટમાં કેટલા લોકો આવી શકે છે. પોતાના સમર્થનમાં મધ્યપ્રદેશથી 300 ગાડી નીકળી હોવાનો હાર્દીકે દાવો કર્યો હતો. તેણે કહ્યું કે, આ ગાડીઓને પણ અટકાવામાં આવશે એ નક્કી છે.
હાર્દિકે કહ્યું કે, ગઇ કાલે રક્ષાબંધનના તહેવાર દરમ્યાન પણ કોઇને મારા ઘર સુધી કોઇને આવવા દેવાયા ન હતા પણ જે યુવાનોને આંદોલન સાથે દિલનો સંબધ લાગ્યો છે એ કોઇ પણ રીતે અહીં પહોંચી જાય છે. હાર્દિકે કહ્યું કે, હું અરબી ઘોડો છું અને જેટલો થાકીશ એટલો વધારે દોડીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -