ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિક પટેલે ભાજપ સરકારને શું ફેંક્યો ખુલ્લો પડકાર? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને કહ્યું કે, અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકાર સ્વીકારી લે. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.
એફબી લાઈવ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર 24 કલાક પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે.
હાર્દિકે બીજેપી પર દમન કરવાનો આરોપ મુકતા આગળ કહ્યું કે, બીજેપી પાસે કોઈ અપેક્ષા હોય શકે નહીં, સરકાર પાસે અપેક્ષા હોય શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દારુ આવી શકે નહીં. હું બીજેપીના નેતાઓને પણ આવવા માટે આહવાન કરું છુ, કે તેઓ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે.
અમદાવાદઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી જેવા મુદ્દાઓને લઇને પાટીદાર અને પાસ નેતા હાર્દિક પટેલે ગુજરાત સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. હાર્દિકે આમરણાંત ઉપવાસ સ્થળેથી ફેસબુક લાઇવ કરીને રૂપાણી સરકારને ખુલ્લી વૉર્નિંગ આપી દીધી છે. આજે હાર્દિક પટેલના ઉપવાસનો ત્રીજો દિવસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -