આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો વરસાદ પડશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આજે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના કપડવંજમાં નોંધાયો છે. કપડવંજમાં 6 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પંચમહાલ જીલ્લામાં પણ વરસાદે સારી બેટિંગ કરી છે. ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે. તો ડાંગ જીલ્લામાં બે લોકો તણાયા હતા, આ બાજુ છોટાઉદેપુરમાં બે મકાન ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા છે. ભારે વરસાદના કારણે પંચાયતોના 34 રસ્તાઓને નુકશાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 81 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે.
અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુજબ મુંબઈ અને ગોવા સહિત ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મઘ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી અપાઈ છે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આરેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે NDRFની પાંચ ટીમ તૈનાત કરાઈ છે. આકસ્મિક આફતને પહોંચી વળવા માટે NDRFની વધુ બે ટીમો અજમેર ખાતેથી મંગાવાઈ છે. જેમાં એક ટીમ પાલનપુર રહેશે જ્યારે એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ ટુ રખાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -