આગામી 4 દિવસ ગુજરાતના ક્યા-ક્યા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત
આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલો-પ્રેશરની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં અમદાવાદ, ઇડર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવ સહિત મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇ ઝરમર વરસાદ પડ્યો હતો.
આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, નર્મદા, ભરુચ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રનાં ભાવનગર સહિત કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ જામેલો હતો. અનેક સ્થળે 1થી 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતનાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં મધ્યપ્રદેશ નજીકનાં વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી છાંટાથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ: સમગ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ચાર દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઓડિશામાં સર્જાયેલું લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક આગળ વધીને મધ્યપ્રદેશનાં મધ્ય વિસ્તાર સુધી પહોંચ્યું અને આગળ વધીને ગુજરાત સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -