ગુજરાતમાં આવતી કાલથી પડશે ધોધમાર વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારો આ વખતે થશે જળતરબોળ ?
રાજ્યમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે પણ રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે. તેના કારણે ખેડૂતોમાં ચિંતા છે ત્યારે શુક્રવારથી રાજ્યમાં ફરી વરસાદ પડવાની શક્યતાથી ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 17 અને 19 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે તેથી દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના આપવામાં આવી છે.
હવામાન ખાતાના અહેવાલ પ્રમાણે, બંગાળની ખાડી પરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેથી આગામી 24 કલાકમાં ડિપ્રેશન ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધશે. તેના પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે.
અમદાવાદઃ ગુજરાત પર વરસાદની મહેરબાની થઈ નથી રહી તેથી લોકો ચિંતામાં છે ત્યારે ગુજરાતનાં લોકો માટે સારા સમાચાર છે. હાલમાં બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે તેના કારણે ગુજરાતમાં વરસાદ પઢશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -