અમદાવાદઃ એક્સપ્રેસ વે પર પુરૂષો પાસે જઈને લલનાઓ ખુલ્લેઆમ શારીરિક સંબંધો બાંધવા કહેતી ને...........
આ હરકતો વધતાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે NSUIના કાર્યકરોએ રામોલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં નારા લગાવ્યા હતા. NSUIએ પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા બાદ આવેદન પાઠવીને 24 કલાકમાં જ આ લલનાઓની ધરપકડ કરવા જણાવ્યું હતું.
નારોલથી નરોડા વિસ્તારમાં રૂપલલનાઓ ઉભી રહેતી હોવાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાસ્પદ હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જાહેરમાં જ ઉભી રહેતી આ રૂપલલનાઓ અશ્લીલ ઇશારા કરતી. એટલું જ નહીં પણ પૂરૂષો પાસે જઈને પોતાની સાથે સેક્સ માણવા માટે નિમંત્રણ પણ આપતી હતી.
આ હોબાળા અને 24 કલાકના અસ્ટીમેટમ બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરીત પગલાના ભાગરૂપે નારોલથી નરોડા વચ્ચે રસ્તા પર ઉભી રહેતી રૂપલલનાઓની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.
સીટીએમ બરોડા એક્સપ્રેસ વે પર બસની રાહ જોતા વિદ્યાર્થીઓ, ડેઇલી અપડાઉન કરતાં પુરુષોને આ લલનાઓ શિકાર બનાવતી હતી. જાહેરમાં થતા ગંદા ઇશારાને કારણે પુરૂષો શરમજનક સ્થિતિમાં મૂકાઇ જતા. આ અંગે નારોલ પોલીસમાં અનેક વખત ફરિયાદો કરવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી.
અમદાવાદઃ અમદાવાદના સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઇવે પાસે ઉભી રહીને અશ્લીલ ઈશારા કરતી અને પુરૂષોને સેક્સ માણવા નિમંત્રણ આપતી પાંચ લલનાની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ હોબાળોં મચાવતા પોલીસે તરત જ કાર્યવાહી કરીને પાંચ રૂપલલનાની અટકાયત કરી હતી.