Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના IT સેલના વડાને કરાયા રવાના, જાણો વિગત
વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પ્રદેશ કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય જોવા મળ્યું હતું પરંતુ આ સક્રિયતા ફક્ત ચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહેતી હતી જેના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે. આઇટી સેલના પૂર્વ ચેરમને રોહન ગુપ્તા સામેની ફરિયાદોના કારણે આ બદલાવ આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં ફેરફાર કર્યો છે. છેલ્લા 6 વર્ષ આઇટી સેલ પર કબજો જમાવીને બેઠેલા રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી વખતે આઇટી સેલની જવાબદારી વધી જતી હોય છે ત્યારે જે રીતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય રહ્યું હતું તે જ રીતે પ્રદેશ કોંગ્રેસને સક્રિય કરવામાં આવશે. જેની મદદથી કેન્દ્રની મોદી સરકાર તથા રાજ્યની રુપાણી સરકારની નિષ્ફળતાઓ કોંગ્રેસ ખુલ્લી પાડશે.
જો કે લોકસભા ચૂંટણી પહેલા આ બદલાવથી પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં પણ બદલાવ જોવા મળશે. અને ભાજપ સરકારની નકારાત્મકતાઓ લોકો સુધી પહોંચાડશે તેવો દાવો નવા કોર્ડીનેટરે કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -