જૂનાગઢઃ સંતાન ના થતું હોવાથી ગયેલી યુવતીને ભુવાએ નગ્ન કરી શરીર પર નારિયેળ ફેરવી ખાટલામાં સૂવાડી અને.....
યુવતીના ઈન્કાર પછી પતિએ કારણ પૂછ્યું હતું. યુવતીએ ભુવા દાસબાપુની મેલી દાનતની વાત કરી હતી. તેણે કઈ રીતે અગાઉ મેલી વિદ્યા કાઢવાનાં બહાને પોતાના પર બે વાર આચરેલા દુષ્કર્મની વાત કહી હતી. આ સાંભળીને પતિ યુવતીને લઇ તાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે દાસબાપુનો ફરી યુવતીનાં પતિ પર ફોન આવ્યો હતો કે, તમે બંને પતિ-પત્ની બોરવાવ આવી દર્શન કરી જાવ. પતિએ પત્નીને બોરવાવ જવાનું કહેતાં તેણે ભુવાને ઘેર જવાની ના પાડી દીધી હતી. પતિના વારંવારના આગ્રહ છતાં યુવતી ત્યાં જવા માટે તૈયાર નહોતી થઈ.
યુવતી ઈન્કાર કરતી રહી પણ ભુવો ના માન્યો અને તેણે પરિણીતાની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસ પછી ભુવા દાસબાપુએ કહ્યું કે, અગાઉ કરેલી વિધી નિષ્ફળ ગઇ છે એટલે ફરી કરવી પડશેય આ રીતે તેણે યુવતીને ફરી બોરવાવ બોલાવી હતી. મેલું ઉતારવાનાં બહાને તેણે ફરી યુવતી સાથે સેક્સ માણ્યું હતું.
યુવતી વિધીના ભાગરૂપે આ બધું હશે તેમ માનીને નિર્વસ્ત્રાવસ્થામાં સૂઈ ગઈ હતી. પછી ભુવો પોતે પણ નિર્વસ્ત્ર બની તેની સાથે સૂઇ ગયો હતો અને તેણે યુવતીના શરીર પર હાથ ફેરવવા માંડ્યો હતો. એ વખતે પરિણીતાએ આવું કરવાની ના પાડતાં ભુવાએ મેલી વિદ્યા કાઢવા આમ કરવું પડશે એમ કહ્યું હતું.
ભુવા દાસબાપુએ બોરવાવ યુવતી તથા તેના પરિવારને ઘરે બોલાવતાં પરિણીતા અને તેની સાસુ બોરવાવ ગયા હતા. પરિણીતાની સાસુને ઘર બહાર બેસાડી ભુવાએ બંધ રૂમમાં વિધી શરૂ કરી હતી. તેમણે પરિણીતાને નગ્ન કરીને લીંબુ-ટાંચણી ઉતારી શરીર પર શ્રીફળ ફેરવી પરિણીતાને ખાટલામાં નિર્વસ્ત્રાવસ્થામાં સૂઇ જવા કહ્યું હતું.
આ ઘટનાની વિગત એવી છે કે યુવતીને સંતાન ના થતું હોવાથી તેનાં સગાંએ તેને નડતર અથવા મેલી વિદ્યા હશે એમ કહ્યું હતું. તેમણે આ માટે બોરવાવનાં દાસબાપુ પરસોતમ ડોબરીયાને મળવા કહ્યું હતું. આ રીતે આ યુવતી અને તેનો પરિવાર દાસબાપુ પરસોતમ ડોબરીયાના સંપર્કમાં આવ્યા હતા.
યુવતીને આ બધું યોગ્ય ના લાગતાં તેણે ભુવા પાસે જવાનો ઈન્કાર કરી દીધો હતો. તેના પતિએ તેને કારણ પૂછતાં તેણે ભુવો પોતાની સાથે શારીરિક સંબંધ બાંધે છે એવું કહ્યું હતું. આ વાત સાંભળીને પતિ યુવતીને લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ભુવા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
તાલાલા: તાલાલાની એક પરિણીત યુવતીને સંતાન ન થતું હોવાથી સગા-સંબંધીઓના કહેવાથી તે ભુવા પાસે ગઈ હતી. ભુવાએ આ યુવતીને મેલી વિદ્યાના બહાને નગ્ન કરીને વિધી કરી હતી અને પછી પોતે પણ નગ્ન થઈને તેની સાથે સેક્સ માણ્યું હતું. આ રીતે તેણે બે વાર યુવતી સાથે સેક્સ માણ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -