SBIએ જે 63 ડિફોલ્ટરોની લોન Write-Off કરી તેમાં ગુજરાતની 6 કંપની છે યાદીમાં
મોડર્ન ટ્યૂબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ યાદીમાં 61માં ક્રમ પર છે જેની 48.84 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં નિસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 58માં ક્રમ પર છે જેની કુલ 52.05 કરોડ રૂપિયાની રકમ માંડીવાળવામાં આવી છે.
આ યાદીમાં ન્યૂ ટેક ફોર્જ એન્ડ ફાઉન્ડ્રી લિ. આ યાદીમાં 53માં ક્રમ પર છે. જેની કુલ 56.48 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવશે.
જ્યારે રાજ ઇન્ટરનેશનલ લિમિટેડ આ યાદીમાં 49માં ક્રમ પર છે. આ કંપનીની કુલ 59.42 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાતની યૂરો મલ્ટીવિઝન લિ. 15માં ક્રમ પર છે. જેની કુલ 124.21 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવી છે.
જે 63 કંપનીઓની રકમ માંડવાળ કરવામાં આવી છે તેમાં 12માં ક્રમે ગુજરાતની શ્રી જયરામ રાઈસ ઇન્ડસ્ટ્રીઝ છે. જેની કુલ 127.05 કરોડ રૂપિયાની રકમ માંડવાળ કરવામાં આવી છે.
અમદાવાદ: ભારતની સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભાગુડે બિઝનેસમેન વિજય માલ્યા સહિત 63 ડિફોલ્ટરોના 7016 કરોડ રૂપિયા ડૂબી ગયા હોવાનું માની લીધું છે. એટલે કે બેંકને હવે આ નાણાં પરત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. માંડવાળ કરાયેલી લોન એસબીઆઈના ટોચના 100 લોન ડીફોલ્ટરોની કુલ રકમની 80 ટકા જેટલી રકમ થવા જાય છે. આ માંડવાળ કરવામાં આવેલ 63 કંપનીઓમાંથી 6 કંપનીઓ ગુજરાતની છે જેની કુલ મળીને 466.25 કરોડ રૂપિયાની માંડવાળ કરવામાં આવી છે. આગળ વાંચો કઈ છે તે કંપનીએ કેટલી રકમ માંડવાળ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -