અમદાવાદઃ સગા દાદાની હવસનો ભોગ બનેલી સગીરાએ આપવો પડશે સંતાનને જન્મ
બળાત્કારના કારણે રહેલો ગર્ભ તેને નથી જોઈતો તેવી પીડીતાએ રજૂઆત કરી છે. આ અરજીના પગલે હાઇકોર્ટે પીડિતાની મેડિકલ તપાસ કરાવીને રિપોર્ટ આપવા વડોદરા સિવિલ હોસ્પિટલના તબીબોને આદેશ કર્યો હતો.
આ અંગે વધુ સુનાવણી 7 જુલાઈએ હાથ ધરાઈ હતી પણ એ વખતે ડોક્ટરોએ કાયદાની જોગવાઈની વાત કરતાં હાઈકોર્ટ નારાજ થઈ હતી ને મેડિકલ રીપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. પીડિતાની રજૂઆત હતી કે તેના દાદાએ બળાત્કાર ગુજારવાથી તે ગર્ભવતી બની છે. તેની માતાના મૃત્યુ બાદ તે પોતાના પિતાની સાથે રહે છે અને ઘણી દયનિય સ્થિતિમાં છે.
સગા દાદાના બળાત્કારનો ભોગ બનેલી ગોધરાની સગીરાએ ગર્ભપાત માટે હાઈકોર્ટમાં મંજૂરી માગી હતી. સગીરાએ પાંચ મહિનાના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજી બાદ હાઈકોર્ટે વડોદરા સીવીલ હોસ્પીટલને આદેશ કર્યો હતો કે, કાયદા મુજબ ગર્ભપાત શકય છે કે નહિ, તેમજ પીડીતાની માનસિક અને શારીરીક સ્થિતિનો રીપોર્ટ આપો.
અમદાવાદ: ગોધરાની 19 વર્ષીય બળાત્કાર પીડીતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવા ઇન્કાર કર્યો છે. 27 સપ્તાહની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાથી પીડિતાના જીવને જોખમ ઉભું થઇ શકે તેવા તબીબી અભિપ્રાય બાદ કોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. જોકે હાઇકોર્ટે રાજ્ય સરકારને સરકારની નીતિ પ્રમાણે બળાત્કાર પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પીડિતાના દાદાએ જ બળાત્કાર ગુજારવાથી પીડિતા ગર્ભવતી બની છે.