મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બસના ડ્રાઈવર સલીમનો માન્યો આભાર, સરકાર કરશે બહાદુરી પુરસ્કાર માટે ભલામણ
મૃતકોને શ્રધ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા આવેલ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સાતના મૃતદેહ અને 19 જટેલા ઈજાગ્રસ્તો સાથે અરમનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અને બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા. ઉપરાંત વિજય રૂપાણીએ બહાદુરી પુરસ્કાર માટે બસ ડ્રાઈવર સલીમના નામની ભલામણ કરવાની વાત પણ કરી હતી. બાદરમાં રૂપાણી ઈજાગ્રસ્તો અને તેના પરિવારને મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અમરનાથ યાત્રાએ ગયેલા શ્રધ્ધાળુઓ પર અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો. જેમાં 7 યાત્રાળુઓના મોત થયા છે. અને 19 જેટલા ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલી આપી હતી.
બસના ડ્રાઈવર સલીમે જણાવ્યું કે, અંધારૂ થઈ ગયું હતું. અને અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. જેથી આ આતંકવાદી હુમલો હોવાની જાણ થઈ ગઈ હતી. ગોળીઓ છૂંટતી રહી પણ હું બસ ચલાવતો રહ્યો હતો. સીટ નીચે નમી જતા હું બચી ગયો હતો. મારા માલિકે મને હિંમત આપતા લોકોને સલામત સ્થળે લઈ જઈ શક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -