નડિયાદ: પરણિત પ્રેમિકા સાથે પતિ રંગરેલિયા કરતો હતો ત્યાં જ પત્ની આવી પહોંચી, જાણો પછી શું થયું
જોકે, તેણે ટીઆરબી તરીકે પણ ફરજ છોડી શોરૂમમાં નોકરી શરૂ કરી હતી. જ્યાં નિયમિત રીતે જશપાલ તેને મળવા આવતો હતો અને ગુરૂવારે બંને રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
જશપાલની પરણિત પ્રેમિકાના પતિએ જણાવ્યું હતું કે, લગ્નના 1 વર્ષ બધુ બરાબર ચાલ્યા બાદ પુત્રનો જન્મ થયો હતો. જ્યારથી પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું. આ અગાઉ તે જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેને પ્રેમસંબંધ બંધાતા તેણે નોકરી છોડી હતી. ત્યાર બાદ તે ટીઆરબીમાં જોડાઈ હતી, જ્યાં તેને જશપાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
જેથી પોલીસે સ્થળ પર પહોંચી જઇ તમામને પોલીસ સ્ટેશને લઈ આવ્યાં હતાં. ત્યાર બાદ આ મામલે જશપાલની પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
ગુરૂવારે જશપાલની તેની પ્રેમિકા સાથે શો-રૂમના બેસમેન્ટમાં હોવાનું તેની પત્નીને માલુમ પડતાં તે ત્યાં પહોંચી હતી અને તે જ સમયે જશપાલની પરણિત પ્રેમિકાનો પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં જશપાલ અને તેની પ્રેમિકાના પતિ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
જશપાલને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી હોઈ જશપાલની પત્ની દ્વારા તેને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો પરંતુ પ્રેમમાં અંધ બનેલો જશપાલ પ્રેમિકા પાછળ જ ફરતો હતો. પ્રેમિકાને નડિયાદથી તેના ઘરે લેવા-મૂકવા પણ જશપાલ જતો હોવાનું લોકોએ કહ્યું હતું.
વસોમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા જશપાલસિંહ મહેશસિંગ ઠાકોરને નડિયાદના એક શો રૂમમાં ફરજ બજાવતી પરણિત યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવક અને યુવતી સંતાઈને મળી પણ રહ્યા હતાં તેવું જાણવા મળ્યું હતું. યુવતી પરણિત હોવા ઉપરાંત તેને સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. યુવતી અગાઉ ટીઆરબીમાં ફરજ બજાવતી હોઈ ત્યારથી જ તેને જશપાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
નડિયાદ: થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ‘પતિ, પત્ની ઔર વૌ’ જેવો કિસ્સો બન્યો હતો ત્યારે નડિયાદમાં આવેલા એક મોલના બેસમેન્ટમાં પરણીત પ્રેમિકા સાથે રંગરેલિયા કરી રહ્યો હતો ત્યારે પતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ સમયે પરણિત પ્રેમીકાનો પતિ પણ દોડી આવ્યો હતો. ટીઆરબીમાં ફરજ બજાવતા વ્યભિચારી પતિએ પત્ની અને પ્રેમિકાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.