બીલીમોરાઃ પત્નીને મામા સાથે આડા સંબંધની પતિને હતી શંકા, પછી શું આવ્યો અંજામ?
અહીં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત થયું હતું. નીલાનું મોત થતાં તેના માસીએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નીલાના પતિ રાકેશ પટેલ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી. જોકે, હાલ બંને માસૂમ સંતાનોએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાકડી વાગતાં લોહીલૂહાણ હાલતમાં જ નીલાને 108માં વલસાડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીંથી તેને વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બીલીમોરાઃ ખાપરવાડામાં યુવકે પત્નીના તેના મામા સાથે આડાસંબંધની શંકામાં હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આડાસંબંધની શંકાને લઈને ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી.
દરમિયાન રાકેશને પત્ની નીલાને તેના મામા નીતિન સાથે આડા સંબંધની શંકા જાગી હતી. આ શંકાને પગલે બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. ગત 24મી મેના રોજ રાતે 11 વાગે પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે ઉશ્કેરાયેલા રાકેશે નીલાને માથામાં લાકડી મારી દીધી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ખાપરવાડા રાવણ ફળિયામાં રહેતા રાકેશ પટેલના વલસાડના કોસંબાની નીલા પટેલ સાથે વર્ષ 2013માં લગ્ન થયા હતા. પાંચ વર્ષના લગ્ન જીવનમાં તેમને બે સંતાનો થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -