અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીની રાહુલ ગાંધીએ કરી ઓફર, અલ્પેશે શું આપ્યો જવાબ ? જાણો વિગત
જોકે ઠાકોરે જણાવ્યું કે, મારી નારાજગીની ચર્ચા એ ચોક્કસ તત્ત્વો દ્વારા ફેલાવાઈ રહેલી અફવા માત્ર છે. કારણ કે હું અને અમિત ચાવડા અંગત મિત્રો છીએ અને મંગળવારે રાત્રે દિલ્હીથી પરત આવ્યા બાદ મેં અને અમિત ચાવડાએ મોડી રાત્રી સુધી સાથે બેસીને આગામી દિવસોમાં સંગઠનલક્ષી ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ કોંગ્રેસના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, મને હાઈકમાન્ડે રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીની ઓફર કરી છે. મોટાં રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીમાં પણ ચોક્કસ જવાબદારી ઉપાડવા અંગેની મારી ઇચ્છા પુછાઈ છે, પરંતુ મેં ના પાડી છે. કારણ કે રાધનપુર જેવા અતિપછાત વિસ્તારમાંથી ચૂંટાઈ આવવાને કારણે મારી જવાબદારી વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે મંગળવારે અમિત ચાવડાની વરણી થયા બાદ ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નારાજ અલ્પેશને મનાવવા હાર્દિક પટેલે અચાનક જ બુધવારે ઠાકોરના ધારાસભ્ય ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને ઠાકોરની નારાજગી દૂર કરવા પ્રયત્ન કર્યો હતો તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
મારી પ્રાથમિકતા મારા મતવિસ્તારનો વિકાસ કરવાની છે. તેથી મેં રાષ્ટ્રીય સ્તરની જવાબદારી ઉપાડવાની અશક્તિ દર્શાવી છે. આથી મારી પ્રદેશ પ્રમુખ બનવા અંગેની ઇચ્છાને લઈને ચાલતી ચર્ચાઓ પક્ષમાં ફૂટ પડાવવાના કેટલાંક ચોક્કસ તત્ત્વોના મલિન ઇરાદા સિવાય બીજું કઈં જ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -