✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટિકિટ નહીં મળે તો ભાજપના કયા નેતાએ આપી રાજીનામની ચીમકી, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Nov 2017 08:04 AM (IST)
1

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં આખા ગુજરાતમાં ભાજપે પછડાટ ખાધી છે ત્યારે ચોટીલા, થાન અને મૂળી તાલુકા પંચાયત ભાજપની બની છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પાંચ બેઠકો પર ભાજપે શામજીભાઇના નેતૃત્વમાં કબજો કર્યો હતો. આથી જો શામજીભાઇને ટિકિટ નહીં ફાળવાય તો સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોળી સમાજ નારાજ થાય તેવું લાગી રહ્યું છે.

2

ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રઘુભાઇ કુકડીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નાથાભાઇ સંઘાણી, થાન તાલુકા પંચાયતના પ્રમુખ કરમશીભાઇ રંગપરા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બચુભાઇ દેત્રોજા સહીતનાઓના જણાવ્યા મુજબ અન્ય જ્ઞાતીના અમુક આગેવાનોના દબાણને વશ થઇને શામજી ચૌહાણની ટિકિટ કાપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.

3

આવા સમયે ચોટીલા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણની ટીકિટ કપાવવાના ભયથી કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળે છે. ચોટીલા, થાન પંથકના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષમાં રજૂઆત કરીને જો શામજી ચૌહાણને ટિકિટ ન મળે તો પક્ષમાંથી રાજીનામાની ચીમકી આપી છે.

4

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પર ખરાખરીનો ચૂંટણી જંગ થવા હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે કયા પક્ષમાંથી કોને ટિકિટ મળશે અને કોની કપાશે તેના પર હાલ ચર્ચા ઠેરઠેર ચાલી રહી છે.

5

ચોટીલા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પક્રિયા શરૂ થઇ ગઈ છે. એક-બે દિવસમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. ત્યારે ચોટીલા વિધાનસભાના વર્તમાન ધારાસભ્યની જો ટિકિટ કપાય તો 50થી વધુ કાર્યકરોએ રાજીનામાંની ચીમકી આપતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

  • હોમ
  • ગુજરાત
  • ટિકિટ નહીં મળે તો ભાજપના કયા નેતાએ આપી રાજીનામની ચીમકી, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.