ગુજરાતના ક્યા જિલ્લામાં આજે રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ, કલમ 144 પણ લાગુ, કારણ જાણીને ચોંકી જશો
લુણાવાડા વેરીનામુવાડા પાસેના કબ્રસ્તાનમાં સાજીદ ઉર્ફે રાબડીની ધાર્મિકવિધિ સાથે સાંજના અરસામાં દફનવિધી કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય બનાવ વગર શાંતિપૂર્ણ માહોલમાં દફનવિધિ પૂર્ણ થતા તંત્રએ રાહત અનુભવી હતી.
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. લુણાવાડા નગરમાં છેલ્લા ચાર દિવસથી આ ઘટનાને પગલે ભારે તંગદીલી વ્યાપી જવા પામી હતી. લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. કુખ્યાત રાબડીની અંતિમ વિધીને લઇને અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી હતી. પરંતુ મંગળવારે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારી ધાર્મિકવિધિ અનુસાર દફનવિધી કરી હતી.
ત્રણ જિલ્લાની મહિસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લાના પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. આ ઉપરાંત એક એસઆરપી બટાલીયન પણ તૈનાત કરી દેવામાં આવી હતી. જ્યાં આગળ આ બનાવ બન્યો હતો તે જરાતીવાડ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ જવા પામ્યો હતો.
સાજીદના મૃતદેહને વડોદરાથી લુણાવાડા તરફ લાવવાનો હોઈ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારના ભાગરૂપે મહિસાગર જીલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારા 144ની કલમ પણ લગાડવામાં આવી હતી. તો બીજી તરફ જિલ્લા પોલીસતંત્ર દ્વારા સમગ્ર લુણાવાડામાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ મહિસાગર જીલ્લા મેજીસ્ટ્રેટે સાજીદ શેખ ઉર્ફે રાબડીની અંતિમ વિધિને કારણે સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવવાની શક્યતાને જોઈને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મંગળવાર બપોરથી બુધવાર રાત્રીના 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
લુણાવાડા: લુણાવાડાના જરાતીવાડમાં પોલીસ અથડામણમાં માર્યા ગયેલા સાજીદ ઉર્ફે રાબડીના મૃતદેહને મંગળવારે સગા વ્હાલાઓ સ્વીકારતા વડોદરાથી લુણાવાડામાં લાવવામાં આવ્યો હતો. મોડી સાંજે રાબડીની ચાલુ વરસાદમાં શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિકવિધિ પ્રમાણે દફન વિધી કરવામાં આવી હતી.