ISISના હેન્ડલર અને આતંકી વચ્ચેની વાતચીત, જાણો વર્ડ ટુ વર્ડ
કોલ- 5 - હેન્ડલર: ભાઈ દેખે એસા હોગા કી, સામાન કિસી જગહ પર તૈયાર મીલેગા...આપ કો ટાર્ગેટ પર જા કર રખના હોગા...
કોલ: 3 - વસીમ: એક કાસીર કા કત્લ કરના હૈ, જો મેરે શહર સે 30 કિ.મી કી દુરી પર રહતા હે. જહા બડા ફેમસ મંદિર હૈ, જહાં ભુત ભગાયે જાતે હૈ. કોલ: 4 - હેન્ડલર: વસીમ, કુછ ઈંતઝાર કરના હોગા..- વસીમ: કુછ માલ (એક્સપ્લોઝીવ) કા ઈંતઝાર કરના હોગા..ઔર જલ્દી હી હો જાયેગા - હેન્ડલર: ઈન્સાહ અલ્લાહ
અમદાવાદઃISISના જાણીતા વૈશ્વિક ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયાના ત્રાસવાદીઓ પહેલીવાર ગુજરાતમાંથી ઝડપાયા છે. ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ભાવનગર અને રાજકોટમાંથી બે એજન્ટોની ધરપકડ બાદ અનેક રહસ્યો પણ ઉજાગર થયા છે. ATSના દરોડામાં વસીમ આરીફ રામોદીયા અને નઈમ આરીફ રામોદીયા નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી થઈ છે.
સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાંથી અગાઉ દિલ્હીના સ્પેશિયલ સેલ અને NIAના સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલા મુફ્તી અબુશમી કાસમીના ફોનમાંથી વસીમ અને નઈમના નંબર મળ્યાં હતા. ત્યાર બાદ આ બન્ને ભાઈઓ પર વોચ વધારાઈ હતી. આ બન્ને ભાઈઓ પૈકી વસીમે આઈ.એસ.આઈ.એસના 'હેન્ડલર' (આતંકવાદીઓનો કમાન્ડર જે આતંકવાદીઓ અને સંગઠનના વડા વચ્ચે કડી હોય છે) વચ્ચે થયેલી ટેલીફોનીક વાતચીત રેકોર્ડ કરી હતી. આ રેકોર્ડિંગના આધારે પોલીસનું માનવું છે કે, ઓસામા બીન લાદેન અને અબુ બકર અલ-બગદાદી બન્ને ભાઈઓના રોલ મોડેલ છે. કચ્છી હિન્દી ભાષામાં ફોન પર વસીમે કરેલી વાતોના કેટલાક અંશ આ મુજબ છે.
કોલ: 1 - વસીમ: મેને 150 ગ્રામ એક્સપ્લોઝીવ મટિરિયલ ખરીદ લીયા હૈ. - હેન્ડલર: 150 ગ્રામમે કુછ નહીં હોતા. કમ સે કમ 400 ગ્રામ ચાહિયે. તુમ પટાખે ખરીદ કર ઉસ સે અક્સપ્લોઝીવ બનાના શુરૂ કરો. કોલ: 2 - વસીમ- મુકમલ કામ કે લીયે તૈયાર હૈ. - હેન્ડલર: killed kaffir and make video shoot