હવે મહિલાઓ પર તવાઈ, ગૃહિણીઓનાં ખાતાં પર ત્રાટકી IT કરશે શું કાર્યવાહી? જાણો વિગત
એકબાજુ સરકાર લલિત મોદી, સહારા ગ્રુપના સુબ્રતો રોય અને વિજય માલ્યા જેવા મોટા કૌભાંડી અને ટેક્સના અબજો રૂપિયા ચાંઉ કરી જનારાઓ સામે પગલા લેતા સરકાર ખચકાય છે અને તેમની પાસે લાલજાજમ બિછાવામાં આવે છે. જ્યારે બીજી બાજુ સામાન્ય ગૃહિણીઓએ 2.5 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવા આવકવેરા વિભાગ સક્રિય બની રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આવકના સ્રોતની માહિતી સંબંધિત મહિલા કરદાતાઓ પાસેથી માગવામાં આવશે. તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યા પછી જ તેમની ડિપોઝિટને માન્ય રાખવામાં આવશે. જોકે ૨૦૧૬-૧૭ના વર્ષના રિટર્નમાં આ આવક દર્શાવનારાઓને અને વર્ષોથી તેમની આવકના રિટર્ન ફાઈલ કરનારાઓને આ બાબતમાં તકલીફ ઓછી પડવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
આમ આ એક પ્રકારનું મની લોન્ડરિગં જ કહેવાય. આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કરવા માટે ગૃહિણીઓના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બૅન્કિંગ ટ્રાન્ઝેક્શન પરથી ફલિત થઈ થાય છે. તેથી આ દરેક વ્યવહારોને પકડી પાડીને ટેક્સ વસૂલ કરવાની કવાયત કરવામાં આવશે.
વિભાગને મળેલી જાણકારી અનુસાર નાની મોટી દરેક વયની મહિલાઓના ખાતામાં રૂપિયા 50 હજારથી લઈને રૂપિયા 2.25 લાખ સુધીની રકમ જમા કરાવવામાં આવી છે. આવા પ્રકારના તમામ ખાતાની આવકવેરા વિભાગ તપાસ કરશે. આવકવેરા વિભાગ આ પ્રકારના કોઈપણ કેસમાં બાંધછોડ કરવાના મૂડમાં નથી.
વિભાગને જાણકારી મળી છે કે, ગૃહિણીઓને આવામાં આવેલી છૂટનો લાભ અનેક કાળા નાણાં ધરાવતા લોકોએ લીધો છે. આ લોકોએ મહિલાઓ ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવ્યાના થોડાક જ દિવસમાં તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી અથવા ઉપાડ કરી લીધું હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદઃ એક બાજુ સીબીડીટી અને સરકારે એવી જાહેરાત કરી છે કે, ગૃહિણીઓના ખાતામાં 2.5 લાખ રૂપિયા રકમ જમા થવા પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. તો બીજી બાજુ આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે, જે મહિલાઓના ખાતા ખાસ કરીને ગૃહિણીઓના ખાતામાં એકાએક બેથી અઢી લાખ રૂપિયા જમા થયા હશે અને તે પછી થોડા જ દિવસમાં તે રૂપિયા અન્યના ખાતામાં ટ્રાન્શપર કર્યા હશે તો આવકવેરા વિભાગ તે અંગે ગૃહિણીની પૂછપરછ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -