ગોધરાના તળાવમાં નોટો ભરેલો થેલો તરતો હોવાની વાત આવી...જાણો પછી શું થયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Dec 2016 06:04 PM (IST)
1
ગોધરા: નોટબંધી બાદ અનેક શહેરોમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ મળવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ગોધરા શહેરના રામસાગર તળાવમાં રૂપિયા ભરેલ કોથળો પડ્યો હોવાની અફવા વહેતી થતાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જેથી સ્થાનિક તરવૈયાને ચલણી નોટો હાથ લાગી પણ ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો હતો. જોકે તેનો વીડિયો વાયરલ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
3
જોકે નોટબંધીમાં રૂપિયા મળવાની આશાએ કેટલાક યુવાનોએ તળાવમાં પણ ઝંપલાવ્યુ હતું. જોકે કોથળો હોવાની વાત અફવા સાબિત થઇ હતી. પરંતુ હાથ લાગેલી અને પાણીમાં તરતી દેખાતી રૂ. 500ની નોટ બેંક દ્રારા રીજેક્ટેડ હોવાનું નિકળ્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -