કુંવરજીએ પાટીદાર અપક્ષ ઉમેદવારને ફોન કરીને કહ્યુંઃ વોર્ડની ચૂંટણી હારેલા એટલે હવે વિધાનસભા લડવા આવ્યા ? પાટીદારે શું આપ્યો જવાબ ?
કોળી મતોનો પ્રભુત્વ ધરાવતી જસદણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ કોળી ઉમેદવારો ઉતાર્યા છે. જોકે, જસદણ જીતવા પાટીદાર મતો નિર્ણાયક બને છે. જેની અવગણના ભારે પડી શકે તેમ હોવા છતાં કુંવરજીના શબ્દોથી આખું ભાજપ ભીંસમાં મુકાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદારોને બદલે ઓબીસીને મહત્વ આપવાની ભાજપની નીતિથી ચૂંટણી હારી જવાનો કુંવરજીનો ભય સ્પષ્ટપણે છતો થયો છે. સિંચાઈને કારણે ખેડૂતો પહેલાથી જ રોષે ભરાયેલા છે ત્યારે લોક રક્ષક પેપર લીકકાંડથી યુવાનોમાં પણ આક્રોશ ફાટી નિકળ્યો છે. તેવામાં જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ લેનારા ભંડારિયા ગામના કિશોર ભગવાનભાઈ સગપરિયાને ફોન કરી કુંવરજી બાવળિયા ગર્ભીત ચેતવણી આપી રહ્યા હોય તેવો ઓડિયો વાઈરલ થયો છે.
જેમાં કુંવરજી કહે છે કે,’વોર્ડની ચૂંટણી હાર્યા એટલે વિધાનસભા લડવા આવ્યા છો ?’ સામેથી કિશોરભાઈ કહે છે કે, ‘ગઈ વખતે પણ આવ્યો હતો સાહેબ’ . કિશોરને અટકાવતા કુંવરજી ફરીથી પૂછે છે કે આ તો ઈ જ કિશોર છે ને ઈ ખાતરી કરવા પૂછ્યું એટલેથી ન અટકતાં કુંવરજી સત્તાના રૂઆબથી ‘ગામના પટેલિયાના મત લેજો, બાકીના મારા માટે રેવા દેજો’ કહેતા સંભળાય છે.
જોકે સામેથી કિશોર ના સાહેબ એવું ન હોય ઈ તો બધાના(મત) હોય. એમ કહી વાત આગળ કરે તે કુંવરજી ફોન કટ કરી નાંખતા જણાય છે.
ગાંધીનગરઃ 20 વર્ષથી કોંગ્રેસમાં રહી સરકારમાં મંત્રીપદુ લેવા ભાજપમાં ભળેલા અને હવે આ પદને બચાવવા જસદણ પેટા ચૂંટણી લડી રહેલા કુંવરજી બાવળિયાની ઓડિયો ટેપ વાઈરલ થઈ છે. જેમાં તેઓ ‘પટેલિયાઓના મત લેજો, બાકીના મારા માટે રહેવા દેજો’ તેવી કહી અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ લેનારા કિશોર ભગવાનભાઈ સાગપરિયાને ખખડાવી રહ્યાનું બહાર આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -