પેપર કાંડના મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની ધરપકડ, જાણો વિગતે
મહિસાગરઃ લોક રક્ષક દળની પરીક્ષામાં મુખ્ય સૂત્રધાર ગણાતા યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઉંઘમાંથી જ યશપાલને દબોચી લીધો છે. મહિસાગર જિલ્લાના વીરપુર ગામ ખાતેથી યશપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. યશપાલની ધરપકડની સાથે આ કાંડમાં અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમજ છેલ્લા 21 સપ્ટેમ્બર પછી તે નોકરી પર આવ્યો નથી. તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થવામાં જ હતો. પેપર લીક કાંડ બાદ તેનો મોબાઇલ નંબર પણ બંધ થઈ ગયો હતો.
યશપાલસિંહ સોલંકી વડોદરા કોર્પોરેશનમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તેમજ પેપર લીક કાંડ બાદ તે ગાયબ થઈ ગયો હતો. પોલીસ તેને પેપર લીક કાંડ બાદ શોધી રહી હતી.
યશપાલસિંહ ફાઇલેરિયા શાખામાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો. વડોદરા કોર્પોરેશનના ડે. કમિશ્નર એસ.કે.પટેલે જણાવ્યું હતું કે 8મી ઓગસ્ટના રોજ યશપાલની 11 મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થઇ હતી.