જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારનું નામ કર્યું જાહેર, જાણો કોને મળી ટિકિટ
અવચર નાકીયા રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જિલ્લા પંચાયતનાં સભ્ય છે. અવચર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે અને રાજકારણમાં તેમને કુંવરજી બાવળીયા લાવ્યા હતા. વિંછીયા અને જસદણ પંથકનાં કોળી સમાજમાં અવચર નાકીયા સારી પકડ ધરાવે છે. તેમજ કોળી સમાજનાં મન દુ:ખનાં તમામ પ્રસંગે હાજરી આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુંવરજી બાવળીયા સાથે રહીને કોળી સમાજ સહિત અન્ય સમાજમાં પણ અવચર નાકીયાની પકડ છે. જે વાતને ધ્યાને લઇને કોંગ્રેસે અવચર નાકીયાની પસંદગી કરી છે. ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીનો રંગ જામશે અને ગુરૂ ચેલા સામ સામે ચૂંટણી લડશે.
જસદણઃ જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે અવચર નાકીયાને ટિકિટ આપી છે. જસદણ સીટ માટે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ સૌથી અગ્રેસર હતું પરંતુ આખરે કોળી સમાજના જ આગેવાન અવચર નાકીયાના નામ પર મહોર મારવામાં આવી છે. નાકીયાએ તેમના નામની જાહેરાત થયા બાદ તમામ સંભવિત ઉમેદવારોનો આભાર માન્યો હતો.
અભ્યાસ કર્યા બાદ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા અને 1995માં ગીતાબેન સાથે લગ્ન થયા હતા. અવચર નાકીયાને સંતાનમાં 5 છોકરીઓ છે અને એક છોકરો છે. અવચર નાકીયાની ઉમર 47 વર્ષની છે.
અવચર નાકીયા વિછીંયા તાલુકાના આસલપર ગામે રહે છે. જો કે અવચર નાકીયા રાજકારણમાં આવ્યા પહેલા અને રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા. નાકીયાનો જન્મ 4 જુલાઈ 1972ના રોજ આસલપુર ગામ થયો હતો અને ચાર ભાઇનો પરિવાર છે. અવચર નાકીયાએ આસલપુરની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-6 સુધીનો અભ્યાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -