નરેન્દ્ર મોદીની સભામાં જોવા મળ્યો ભાજપનો આ દિગ્ગજ નેતા? આ કારણે આવ્યો હતો ચર્ચામાં
ભુજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતાં જેમાં આણંદ, રાજકોટ અને ભુજની મુલાકાત લીધી હતી જ્યાં વિવિધ સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બળાત્કારકાંડથી વિવાદમાં ફસાયેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ ઘટનાક્રમ પછી ભુગર્ભમાં ઉતરી ગયેલા ભાનુશાલીએ આ કાર્યક્રમમાં એકાએક પ્રગટ થઈને રાપરના પૂર્વધારાસભ્ય પંકજ મહેતાની બાજુમાં સ્થાન જમાવતાં ઉપસ્થિતોમાં ગણગણાટ છવાયો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
સતાપર ગોવર્ધન પર્વત ખાતે આયોજિત વડાપ્રધાનની સભામાં બળાત્કાર કાંડના પગલે વિવાદમાં સપડાઈ વિવાદિત બનેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાલી સામે તો દુષ્કર્મની ફરીયાદ નોંધાયા બાદ સમાધાન પણ કરી લેવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી ભુજ પહોંચ્યા ત્યારે ભાજપના દરેક મોટા નેતાઓ અને ભુજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. જોકે સતાપર ગોવર્ધન પર્વત ખાતે આયોજિત વડાપ્રધાનની સભામાં બળાત્કાર કાંડથી વિવાદમાં સપડાઈ વિવાદિત બનેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -