✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાવનગરમાં ભાજપના પૉસ્ટરમાં વાઘાણીનું પિક્ચર મોદી-નાયડુ કરતાં પણ મોટુ હોવાથી વિવાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 01:03 PM (IST)
1

વૈંકેયા નાયડુ ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. ભાજપમાંથી રાજીનામું આપીને આ બંધારણીય પદ ધારણ કર્યું છે. ભાવનગરનો કાર્યક્રમ સરકારી છે. આમ છતાંય ભાજપના પૉસ્ટરમાં પ્રદેશ અધ્યક્ષની પૂર્ણકદની તસ્વીર સાથે ઉપરાષ્ટ્રપતિનો અડધો ફોટો છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના ફોટોગ્રાફને પણ આ જ રીતે નિરૂપણ કર્યા છે. એટલુ જ નહી, પૉસ્ટરમાં સ્પેલિંગ પણ ભૂલ ભરેલા છે. જે પ્રોટોકોલ, ગણતંત્ર ભારતના બંધારણીય પદની ગરિમાને હનનકર્તા છે.

2

આ સમગ્ર ઘટના અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘મે પૉસ્ટર નથી લગાવ્યા. કાર્યકરોએ ડિઝાઈન તૈયાર કરી છે. એમ તો મનસુખભાઈના પૉસ્ટરમાં મારો ફોટો પણ નથી. બધા પૉસ્ટરની ડિઝાઈન અલગ અલગ હોય છે.’

3

રૂપિયા ૮૦૦ કરોડના ખર્ચે નારી- પીપળી નેશનલ હાઈવે વિસ્તૃતિકરણના ખાતમૂહૂર્ત માટે રવિવારે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ભાવનગર આવી રહ્યા છે, જેના લઇને સ્વાગત માટે ભાવનગરમાં લગાવેલા પૉસ્ટરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની પૂર્ણ કદની વિશાળ તસ્વીર સામે ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની અડધી અને નાની તસ્વીરોથી ભાજપમાં વિવાદ થયો છે.

4

ટેકેદારોની કહેવા મુજબ માંડવિયા પણ ભાવનગરના છે અને ભારત સરકારમાં હાઈવે મંત્રાલયના મંત્રી છે. આથી, ખાસ કિસ્સામાં ભારત સરકારે નારી- પીપળી હાઈવે માટે રૂપિયા ૮૦૦ કરોડ મંજૂર કર્યા છે.

5

સોશ્યલ મીડિયામાં માંડવીયા અને વાઘાણીના સમર્થક કાર્યકરો વચ્ચે શાબ્દિક ઘર્ષણ ચાલુ થયું છે. સોશ્યલ મીડિયા પર અનેક કાર્યકરો રોષ ઠાલવી રહ્યા છે.

6

આટલું ઓછુ પડતુ હોય તેમ આ પૉસ્ટરમાં યૂનિયન મિનિસ્ટર મનસુખ માંડવિયાની તસ્વીર તો નથી પણ તેમના નામની પણ બાદબાકી કરવામાં આવતા ભાજપમાં ભડકો થયો છે.

7

અમદાવાદઃ નારી-પીપળી નેશનલ હાઇવેના વિસ્તૃતિકરણના ખાતમૂહુર્ત પ્રસંગને લઇને લગાવવામાં આવેલા રાજકારણીઓના પૉસ્ટરનો વિવાદ વકર્યો છે. આ પૉસ્ટર ભાવનગરમાં લગાવવામાં આવ્યા છે જેમાં પૉસ્ટરમાં વાઘાણીનું પિક્ચર મોદી-નાયડુ કરતાં પણ મોટુ દેખાતા રાજકીય વિવાદ ઉઠ્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • ભાવનગરમાં ભાજપના પૉસ્ટરમાં વાઘાણીનું પિક્ચર મોદી-નાયડુ કરતાં પણ મોટુ હોવાથી વિવાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.