હત્યાની આરોપી યુવતીએ ઉષા રાડાને ચિઠ્ઠી મોકલી કહ્યું, પોલીસો મારી સાથે જેલમાં જ સેક્સ માણે છે ને તેના કારણે..........
આ મહિલાને સંતરામપુર સબ જેલમાં રાખવામાં આવી હતી અને બે મહિના સુધી અનેક અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી પરંતુ તે દરમિયાન તેણે કોઇ વાત કરી નહતી પણ વિશ્વ જેલ દિવસ નિમિત્તે આ ઘટના બહાર આવી હતી. હાલમાં 1 PI, 1 DYSP અને 1 મહિલા ટીમ તપાસમાં જોડાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂછપરછ દરમિયાન હત્યાના ગુનામાં સંડોવાયેલી આ યુવતીએ તેની પર તપાસ કરનારા પોલીસે બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી હોવાનું જણાવતાં ઉષા રાડા ચોંકી ઉઠ્યા હતા. યુવતીની કબૂલાત પ્રમાણે તેના પર એક પોલીસ કોન્સ્ટેબલે બળાત્કાર કર્યો હતો. રેન્જ આઇજી મનોજ શશીધરને પણ જાણ થતાં તે પણ પહોંચી ગયા હતા.
તાજેતરમાં વિશ્વ જેલ દિવસ નિમિત્તે સંતરામપુર જેલમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને સેશન્સ જજ રાવલે કાર્યક્રમ યોજ્યો હતો. એ વખતે આ કેદ યુવતિએ પોલીસ વડા ઉષા રાડાને એક ચિઠ્ઠી મોકલી હતી. જે ચિઠ્ઠી વાંચતા ઉષા રાડાએ યુવતીને ખાનગીમાં લઈ જઈ તેની પૂછપરછ કરી હતી.
આ કેસામાં નિમેશ ભુનેકર નામના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરાઈ છે. જો કે યુવતીએ તેની પર એક કરતાં વધારે પોલીસોએ અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરતાં રાજ્યના પોલસ વડા પણ ચોંકી ઉઠ્યા છે. રાજ્યના પોલસ વડા શિવાનંદ ઝાએ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા હતા.
અમદાવાદઃ સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતી સાથે તપાસ કરનારા પોલીસો તપાસ દરમિયાન સેક્સ માણતા હતા ને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીએ આ અંગે મહિસાગર જિલ્લાના પોલીસ વડા ઉષા રાડાને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી.
આ આદેશના પગલે આરોપ મૂકનારી યુવતી તથા જેમની સામે આરોપ મુકાયા છે તેવા પોલીસ સામે તપાસ કરવા માટે પંચમહાલ જીલ્લાના રેન્જ વડા મનોજ શશીધરે મહિસાગરના એસપી ઉષા રાડાના અધ્યક્ષ સ્થાને તપાસ માટે 'સીટ' પણ રચી છે. આ ઘટનાના કારણે રાજ્યના પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -