સુરત: ભાજપના કયા ધારાસભ્યના પુત્ર રેતી ચોરીમાં ઝડપાતાં થઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત
તું તારા પરિવારને લઈ સુરતમાંથી નીકળી જા કહી ધમકીઓ આપી હતી. અલ્પેશે કલેક્ટર ઓફિસરમાં ફરિયાદ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી.
આ બબાલ બાદ બીજા દિવસે શૈલેષ અને શરદે મોબાઈલ પર ધમકી આપી હતી. શૈલેષ મેરે વધુ ધમકી આપતાં કહ્યું કે મારા ઉપર વીસ જેટલા કેસ છે.
સુરતઃ સરથાણા વિસ્તારમાં રાત્રિના સમયે તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતાં કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ થતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોએ ધારાસભ્યના પુત્રને રેતી ખનન કરતાં અટકાવતાં તેને ધમકી આપવાના મુદ્દે સ્થાનિકોની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ધારાસભ્યના પુત્ર અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
શરદે પોતાને ધારાસભ્ય પિતા વી.ડી. ઝાલાવાડીયાની ઓળખાણ આપી કહ્યું હતું કે મારા પિતા ધારાસભ્ય છે. ‘જેમ ચાલે છે તેમ ચાલવા દો, તમે દખલગીરી કરશો નહીં’ તેમ કહી બબાલ કરી હતી.
અલ્પેશ ડોંડાએ તેને અટકાવીને રેતી ખનન ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું. જેથી શરદ અને શૈલેષે તેને ધમકી પણ આપી હતી. રેતી ખનન કરતો ધારાસભ્યના પુત્રથી સ્થાનિક લોકો પણ ક્યારના પણ મુશ્કેલીમાં મુકાયા હતાં.
છેલ્લા કેટલાક સમયથી તેમના ઘર પાસેથી રાત્રિના સમયે રેતીખનન થતું હતું. આ સમયે 12મીના રોજ રાતે કામરેજ વિધાનસભા ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદ અને તેનો મિત્ર શૈલેષ મેર રેતી કાઢતા હતાં.
મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતની અને સરથાણા શ્યામધામ મંદિર પાસે શિવપ્લાઝા બિલ્ડીંગની સામે ખોડિયાર કૃપા સોસાયટીમાં રહેતા અલ્પેશ બાબુભાઈ ડોંડા કાર્ટિંગનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.