કપડવંજના રંગીન મિજાજ પ્રિન્સિપાલ પ્રેમિકા શિક્ષિકાને મળવા માટે ક્યાં જતાં, જાણો વિગત
અંગત પળોની વાયરલ થયેલી તસવીરોના કારણે પ્રિન્સીપાલ અને શિક્ષિકા બંન્નેના લગ્નજીવનમાં ભંગાણ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પ્રિન્સીપાલ એક પુત્રના પિતા હોવા છતાં તેમણે પરિણીતા શિક્ષિકા સાથે સંબંધો બાંધ્યા હતા જેના કારણે ભદ્ર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
અગાઉ પણ આ કપલ ખુલ્લેઆમ એકબીજાને મળતાં હતા તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હાઈસ્કુલના પ્રિન્સીપાલ હોવા છતાં ખુલ્લેઆમ શિક્ષિકા સાથે અંગત પળોની તસવીરો વાયરલ થઈ છે.
શિક્ષિકા જ્યારે નોકરી માટે ઘરેથી મોપેડ વ્હીકલ લઈને નીકળતી હતી ત્યારે પ્રિન્સીપાલ રોડ પર તેની રાહ જોઈને ઊભો રહેતો હતો. જ્યાં બન્ને ઉભા રહીને વાતો કરતા હતા ત્યાર બાદ સ્કુલે જવા માટે અલગ-અલગ વ્હીકલ પર સાથે નીકળતાં હતાં. જોકે જતીન હાઈસ્કુલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે મહિલા પ્રાથમિક સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
હાઈસ્કુલના પ્રિન્સીપાલ અને શિક્ષિકાના વાયરલ થયેલી તસવીરોમાં શિક્ષિકા પોતાના મોપેડ વ્હીકલ ઉપર નોકરી જવા નીકળે ત્યારે પ્રિન્સીપાલ રોડ પર આગળ ઉભો રહેતો હતો અને શિક્ષિકા ત્યાં પહોંચે એટલે પ્રિન્સીપાલ સેલ્ફી લેતો હતો. જોકે તે વખતે શિક્ષિકાનું મોઢું દુપટ્ટાથી બાંધેલું હોય છે.
આ બંનેની નગ્ન તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ પછી પ્રિન્સીપાલ અને શિક્ષિકા રજા ઉપર ઉતરી ગયા છે. કપડવંજની એમ.પી. હાઈસ્કુલના પ્રિન્સીપાલ જતિન પટેલ અને સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી સ્વરૂપવાન શિક્ષિકાના અંગત સંબંધોને જાહેર કરતી અંગત પળોની તસવીરો ચર્ચાનો વિષય બની છે.
કપડવંજ: ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને શર્મસાર કરતી હાઈસ્કુલના પ્રિન્સીપાલ અને પ્રાથમિક શાળાની શિક્ષિકાના વ્યભિચારની અશ્લિલ તસવીરોથી લોકોમાં ભારે રોષ છે ત્યારે કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકા ગાયબ થઈ ગયાં છે.