પોતાની સામે લાગેલા લાંચના આક્ષેપો અંગે હરિભાઈ ચૌધરીએ શું કહ્યું? જાણો વિગત
થોડા દિવસ પહેલા સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિંહાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી કહ્યું હતું કે, માંસના વેપારી મોઈન કુરેશી કેસના સાક્ષી સતીશ બાબુ સનાએ કોલસા અને ખાણ-ખનિજ રાજ્ય મંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીને લાંચ આપવામાં આવી છે. આ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જૂન 2018ના પ્રથમ પખવાડિયામાં મોઈન કુરેશી કેસ મામલે હરિભાઈને 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, 26 વર્ષના રાજકરણમાં ઝભ્ભા પર કોઈ દાગ પડવા દીધો નથી. જો આક્ષેપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. હું પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ ફરૂં છું. હું કોઈપણ એવું કામ નહીં કરું જેનાથી બનાસકાંઠા વાસીઓનું માથું ઝૂકે.
કોલસા અને ખનીજ ઉત્ખનન મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુરના સામઢી ગામે શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મંત્રીએ 2 કરોડ લાંચ મામલે નિવેદન આપ્યું હતું કે, સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવો, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. આ આક્ષેપો પાયા વિહોણા છે. હું જેને ઓળખતો નથી, તેણે મારા પર આરોપ લગાવ્યા છે.
પાલનપુરઃ સીબીઆઇના ટોચના અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ભાજપના સાંસદ હરિભાઇ ચૌધરી અને કેન્દ્ર સરકારમાં મંત્રી ઉપર બે કરોડ જેવી માતબર રકમ લાંચમાં લેવાના આક્ષેપ થયા છે. જેની પર આજે હરિભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી ખુલાસો આપતાં કહ્યું હતું કે, મારી પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -