મેડિકલ ચેક અપમાં હાર્દિકનું બ્લડ પ્રેશર, પલ્સ રેટ, સુગર કેટલાં આવ્યાં ? 4 દિવસમાં કેટલું વજન ઉતર્યું ને હાલ કેટલું વજન ? જાણો
મેડિકલ ચેક-અપમાં હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેની પલ્સ એટલે કે નાડીના ધબકારા 78 તથા બ્લડ પ્રેશર 120/84 બ્લડ આવ્યું હતું. અત્યારે આ બધું નોર્મલ છે. હાર્દિકનું વજન 74.6 કિગ્રા છે. ઉપવાસના બીજા, ત્રીજા અને ચોથા દિવસે પણ મેડિકલ ટીમે હાર્દિકનું ચેકઅપ કર્યુ હતું.
ડોક્ટરે હાર્દિકના યુરીન સેમ્પલ લીધા હતા અને તેના ડિટેઈલ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. યુરિનના સેમ્પલને આધારે ડોક્ટરે તેને હોસ્પિટલાઈઝ્ડ થવાની સલાહ આપી હતી. ઉપરાંત ડોક્ટરે તેને ચેતવ્યો કે, ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો તેની કિડની પર અસર થઈ શકે છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે ત્યારે ડોક્ટરે તેને વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપી છે. મંગળવારે સાંજે સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પી કે સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું. ચાર દિવસમાં તેના વજમાં એક કિલોનો ઘટાડો થયો છે.